દિલજીતના કોન્સર્ટમાં કલાકારનું બદલાયેલુ રૂપ જોઈ ચાહકો દંગ
અભિનેતા રાજકુમાર રાવ તાજેતરમાં પ્રખ્યાત ગાયક દિલજીત દોસાંજના કોન્સર્ટમાં જોવા મળ્યો હતો. તેને જોઈને યુઝર્સે દાવો કરવાનું શરૂ કર્યું કે તે બદલાઈ ગયો હોય તેવું લાગે છે. કેટલાક લોકો એવો પણ દાવો કરી રહ્યા છે કે રાજકુમારે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. ચિન ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે.રાજકુમાર રાવ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા છે. તેની સાદગી અને કુદરતી અભિનયથી દુનિયા પ્રભાવિત છે. 2010માં એકતા કપૂરની 'એલએસડી' ફિલ્મથી ઓળખ મેળવનાર રાજકુમારે તાજેતરમાં જ દિલજીત દોસાંજના કોન્સર્ટમાં હાજરી આપી હતી, જ્યાં તે થોડો બદલાયેલો જોવા મળ્યો હતો. તેની તસવીરો વાયરલ થઈ હતી, જેને જોઈને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે અને ચિન ઈમ્પ્લાન્ટ કરાવ્યું છે!રાજકુમાર રાવ આ દિવસોમાં તેની ફિલ્મો 'શ્રીકાંત' અને 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' માટે ચર્ચામાં છે, પરંતુ તેની નવી તસવીરોએ સનસનાટી મચાવી દીધી છે. આ લુકથી ફેન્સ બિલકુલ ખુશ નથી. તેઓ કહે છે કે રાજકુમારે તેનું આકર્ષણ ગુમાવ્યું છે. આવી જ કેટલીક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, પરંતુ અત્યાર સુધી અભિનેતાએ આ અંગે કંઈ કહ્યું નથી.યુઝર્સ સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવની જૂની અને હાલની તસવીરોની સરખામણી કરી રહ્યા છે. દાવો કરીને કે તેણે ચિન ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે. કેટલાક લોકો તેની સરખામણી 'ફાઇટર' વિલન રિષભ સાહની સાથે કરી રહ્યા છે તો કેટલાક તેને અનુષ્કા શર્માનું 'પુરુષ' વર્ઝન પણ કહી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech