ધ્રોલ તાલુકામાં થયેલા એક ચોંકાવનારા અપહરણના ગુનામાં પોલીસને સફળતા મળી છે. સાડા ત્રણ વર્ષ પહેલા અપહરણ થયેલી સગીરાને ધ્રોલ પોલીસે સુરેન્દ્રનગરના થાન વિસ્તારમાંથી શોધી કાઢી છે.
ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં ભોગ બનનાર સગીરા છેલ્લા સાડા ત્રણ વર્ષથી ગુમ હતી. આ મામલે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ આગળ વધારતાં સગીરા ઉત્તરપ્રદેશના ઝાંસી અને સુરેન્દ્રનગરના થાન વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે સુરેન્દ્રનગરના થાનના જીઆઇડીસી વિસ્તારમાંથી સગીરાને શોધી કાઢી છે. સગીરાને શોધી કાઢ્યા બાદ ધ્રોલ પોલીસે તેને જામનગરની એટીએચયુ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech