રાજકોટ ટીઆરપી ગેમઝોન અિકાંડમાં વોન્ટેડ આરોપી ધવલ ભરતભાઇ ઠકકરનો ક્રાઇમબ્રાંચએ બનાસકાંઠા એલસીબી પાસેથી કબજો મેળવી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. આરોપીને આજે બપોર બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
શનિવારે અિકાંડની ઘટના બન્યાની સાથે ત્રણ આરોપીઓ યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને મેનેજર નિતિન જૈનની ધરપકડ કરી ગઇકાલે ક્રાઇમબ્રાંચે ત્રણેયના ૧૪ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્રણેય આરોપીઓ રિમાન્ડના ૨૪ કલાક બાદ હજી પોલીસ પાસે સમગ્ર કાંડની કોઇ સ્પષ્ટ્રતા કે મો ન ખોલતા હોવાનું જાણવા મળે છે. અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ કરીને ધવલ કોર્પેારેશનના નામે રજીસ્ટ્રેશન કરાવનાર ઓન પેપર મુખ્ય સૂત્રધાર જેવો ગણાતો ધવલ ઠકકર આબુ રોડ પરથી ગત રોજ બનાસકાંઠા એલસીબીના હાથે પકડાયો હતો. તપાસનીશ એજન્સી રાજકોટ ક્રાઇમબ્રાંચ આજે રાજકોટ પહોંચી હતી. ધવલના નામે પેઢી રજીસ્ટ્રેશન થયેલી છે. જેના દસ્તાવેજો મેળવવા તેમજ અન્ય આરોપીઓ વિશેની તથા તપાસ બાબતની માહિતી એકત્રીત કરવા માટે ધવલને આજે બપોર બાદ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બીજી તરફ સમગ્ર અિકાંડમાં બેદરકાર નહીં પરંતુ સાવ આંધળીભીત રહેલી મહાપાલિકા પાસેથી ક્રાઇમ બ્રાંચે તપાસ અર્થે જરૂરી દસ્તાવેજી પુરાવાઓ માગ્યા હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅસુરક્ષિત લોનમાં ૨૧૦૦૦ ટકાનો વધારો, પરપોટો ગમે ત્યારે ફૂટવાની ભારે દહેશત
April 05, 2025 11:03 AMજામનગરમાં સવારે ઝાકળ, બપોરે અગનવર્ષા, રાત્રે ઠંડો પવન
April 05, 2025 11:03 AMબેંગકોકમાં નોકરીની આશાએ ગયેલા ત્રણ યુવાનો મહામુસબીતે ભારત પરત ફર્યા
April 05, 2025 11:02 AMરાજકોટીયન્સ બપોરે બહાર નિકળવામાં ધ્યાન રાખજો, હવામાન વિભાગની આગ ઝરતી આગાહી
April 05, 2025 10:57 AMઅમરેલી પોલીસે મહિલા બુટલેગરોને સિલાઈ મશીન-લારી અર્પણ કરી
April 05, 2025 10:56 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech