ભગવાન ભોળાનાથને આહવાન કરવા માટે ભક્તજનો દ્વારા ભક્તિ ફેરી

  • February 26, 2025 10:43 AM 

પંચેશ્વર ટાવર ચોકમાં શિવ ભક્તોની હાજરીમાં ભગવા ધ્વજનું ધ્વજારોહણ


જામનગર શહેરમાં શોભાયાત્રાના આયોજન અર્થે ગઈકાલે રાત્રે યોજાયેલી શિવ ભક્તોની અંતિમ બેઠક બાદ પંચેશ્વર ટાવરથી ભીડભંજન મહાદેવ મંદિર સુધીની ભક્તિ ફેરી યોજાઈ હતી.


જેમાં મહાદેવ હર મિત્ર મંડળ ના પ્રમુખ રાજુભાઈ વ્યાસ ની આગેવાની શહેરના વિવિધ જ્ઞાતિ- સંગઠન- મંડળ- સંસ્થાના કાર્યકરો સહિતના શિવભક્તોની હાજરીમાં ભક્તિફેરી યોજાઇ હતી.


હર હર મહાદેવના નાદ સાથે અને ભગવા ધ્વજ સાથે ભક્તિ ફેરીમાં અનેક શિવભક્તો પગપાળા ચાલીને ભીડભંજન મહાદેવના મંદિરે પહોંચ્યા હતા, જ્યાં મંદિરે દર્શન કરીને ફરીથી હર હર મહાદેવ નાદ સાથે વાજતે ગાજતે પંચેશ્વર ટાવરે પરત ફયર્િ હતા, જ્યાં પંચેશ્વર ચોકમાં વિશાળ કદના ભગવા ધ્વજનું શિવભક્તો દ્વારા ધ્વજારોહણ કરાયું હતું, અને સર્વે શિવભક્તો પર પુષ્પવૃષ્ટિ કરાઈ હતી.


આ વેળાએ મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ તેમજ જુદી જુદી સંસ્થાના આગેવાનો, કાર્યકરો, શિવ શોભાયાત્રાના ક્ધવીનર ધવલભાઈ નાખવા, સહ ક્ધવીનર વ્યોમેશભાઈ લાલ અને ભાર્ગવભાઈ પંડ્યા, ઉપરાંત જયેશભાઈ રૂપારેલીયા સહિતના આગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application