સુદર્શન બ્રીજ શરુ થઇ જતાં આ વર્ષે યાત્રિકો વધવાની સંભાવના: જિલ્લા કલેકટર મારફત વ્યવસ્થા કરાઇસુદર્શન બ્રીજ શરુ થઇ જતાં આ વર્ષે યાત્રિકો વધવાની સંભાવના: જિલ્લા કલેકટર મારફત વ્યવસ્થા કરાઇ
હું ભરીને આવું રંગની મુઠ્ઠી, તું લઇ આવજે કોરુ મન, કેસુડાના ફૂલની શાખે વગડો બનશે વૃંદાવન... હોળી અને ધૂળેટીના તહેવારનો હિન્દુ ધર્મમમાં ખૂબ જ મહત્વ છે, ખાસ કરીને દ્વારકા, મથુરા, ડાકોર, શ્રીનાથજી, શામળાજી સહિતના મંદિરોમાં ધૂળેટીનો તહેવાર ખૂબ જ આસ્થાપૂર્વક ઉજવાઇ છે.
બેટ-દ્વારકા ખાતે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુદર્શન બ્રીજનું લોકાર્પણ થતાં આ વર્ષે બેટ-દ્વારકામાં પણ યાત્રિકોનો ઘસારો જોવા મળશે, કારણ કે અત્યાર સુધી બોટ મારફત બેટ-દ્વારકા યાત્રિકો જતા હતા, આ ધૂળેટી પર પોતપોતાના વાહન લઇને યાત્રિકો કાના સંગ ધૂળેટી રમવા બેટ-દ્વારકા પર બાય રોડ જઇ શકશે.
સમગ્ર રાજ્ય તેમજ રાજસ્થાન, મઘ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશથી અસંખ્ય યાત્રિકો ધૂળેટી પર્વ મનાવવા દ્વારકા પદયાત્રા તેમજ વાહનો મારફત દ્વારકા તરફ જય રણછોડના નાદ સાથે નીકળી રહ્યા છે અને રાજકોટથી લઇને દ્વારકાના પાદર સુધી મેડીકલ સેવાકીય કેમ્પો યાત્રિકો માટે ધમધમી રહ્યા છે.
હોળી-ધૂળેટીના પર્વ નજીક આવી રહ્યા છે, ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશજીની સન્મુખ ફૂલડોલ ઉત્સવ (હોળી મહોત્સવ) ઉજવવાનો એક અનેરો જ લ્હાવો હોય છે. ગુજરાતના અલગ-અલગ શહેરો, રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા દેવભૂમિ-દ્વારકા સ્થિત દ્વારકાધીશજીના મંદિર જઈ રહ્યા છે.
દ્વારકાધીશ મંદિરે ફૂલડોલ મહોત્સવને લઇને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં હોળી ઉત્સવનો પ્રારંભ થયો છે. ભગવાનના સફેદ વસ્ત્ર્રો, સોના-ચાંદીના આભૂષણોમાં સજ્જ થઇ બન્ને હાથ પર પિચકારી છે. અબીલ-ગુલાલની પોટલીઓ બાંધવામાં આવી છે. અનેરી આસ્થા અને લાગણી સાથે આ ઉત્સવ ઉજવવા માટે લાખો પદયાત્રીઓ ભાગ લેવાના છે.
ત્યારે આ વર્ષે દ્વારકામાં માનવ મહેરામણ ઉમટી પડે તેવી પણ આશા છે. ત્યારે રસ્તાઓમાં પદયાત્રીઓ માટે અસંખ્ય સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી લોકો દ્વારા આ પગપાળા જઈ રહેલા પદયાત્રીઓની પણ સેવાઓ કરવામાં આવે છે. જે માટેના ૨૪ કલાક કેમ્પો ધમધમી રહ્યા છે.
આ કેમ્પોમાં મેડીકલ, ચા-નાસ્તા, બપોરે તેમજ રાત્રે પ્રસાદ રસ્તાઓમાં સરબત-છાશ, પાણી, આઈસ્ક્રીમ સહીતની ખાણી-પીણી વસ્તુઓની લોકો સેવા કરી રહ્યા છે. થોડા જ દિવસો ફૂલડોલ ઉત્સવને બાકી રહ્યા હોય જામનગરના પણ અસંખ્ય પદયાત્રી સંઘો દ્વારકા તરફ જઈ રહ્યા છે. ફૂલડોલ ઉત્સવ દ્વારકામાં મનાવવો એ એક લ્હાવો માનવામાં આવે છે.
દ્વારકામાં વેપારીઓને પણ આ વર્ષે હોળી-ધૂળેટીના તહેવારમાં સારા ધંધા-વ્યાપારની આશા જાગી છે. હોટલો-રેસ્ટોરન્ટના સંચાલકોમાં પણ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.
દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજી મંદિરમાં આગામી તા.૨૫મીએ પરંપરાગત ફૂલડોલ ઉત્સવ ઉજવાશે.જે ઉત્સવના દર્શનાર્થે ગુજરાત સહિત દેશભરમાંથી લાખો યાત્રિકો સાથે હજારો પદયાત્રીઓ પણ ઉમટી પડે છે. આ ઉત્સવને અનુલક્ષીને પુર્વ આયોજન માટે દેવસ્થાન સમિતિના વહીવટદારના અધ્યક્ષસ્થાને ગુરૂવારે સાંજે વહીવટદાર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી, જેમાં યાત્રિકોને કોઇજાતની અગવડતા ન પડે તે માટે તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech