#####
દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ ખંભાળીયા ખાતે ઉજવાયો...
દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો 'પોષણ ઉત્સવ– ૨૦૨૪-૨૫ તેમજ પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ અને ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજનાના દસ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.બી.પાંડોરના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાભાર્થીઓ અને આંગણવાડી કાર્યકરો દ્વારા આંગણવાડી કેન્દ્રો પરથી આપવામાં આવતા ટી.એચ.આર.(માતૃશકિત, બાલશકિત અને પૂર્ણાશક્તિ) પેકેટ અને શ્રીઅન્ન (મિલેટ્સ)નો ઉપયોગ કરીને વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પોષ્ટિક ખાદ્યપદાર્થોનો ઉપયોગ થાય તે ખુબ જરૂરી છે. લોકોમાં આ અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આઈ.સી.ડી.એસ.નાં પ્રોગ્રામ ઓફીસર ડૉ.ચંદ્રેશ ભાંભી દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને પોષણ ઉત્સવની ઉજવણી પાછળનાં હેતુ વિશે સમજણ આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર દ્વારા વધુમાં વધુ લાભાર્થીઓને કેન્દ્ર પરથી લાભ મળે અને લોકો ઘરે પોષણયુક્ત વાનગીઓનો આહારમાં સમાવેશ કરે અને દેવભૂમિ દ્વારકા જિલ્લો સૂપોષિત જિલ્લો બનાવવા સંયુક્ત પ્રયાસો હાથ ધરવા જણાવેલ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચોબીસા દ્વારા આરોગ્યપ્રદ ટેવો અપનાવવા તેમજ આરોગ્ય જાગૃતિ પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં આંગણવાડીના ભૂલકાઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમને પ્રોજેક્ટ તુષ્ટિ તરફથી આદર્શ ફેમેલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ.મધુબેન ભટ્ટ, બાળ વિકાસ યોજના અધિકારીઓ, મુખ્ય સેવિકાબહેનો, પ્રોજેક્ટ તુષ્ટીની ટીમ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગતના સખી વન સ્ટોપ સેન્ટર, હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનનાં કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
નોંધનીય છે કે, કેલેરી, પ્રોટીન અને સુક્ષ્મ પોષકતત્વો યુક્ત ટેક હોમ રાશન દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરીયાતને પહોંચી વળવા માટે પૂરૂ પાડવા માટે આપવામાં આવે છે. જેમાં વિવિધતાસભર પાકો જેવા કે, બાજરી,જુવાર,રાગી, કાંગ, ચણા,સામો,કોદરી,વરી વગેરેનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech