પોરબંદરમાં સરકારી પોલીટેકનિક ખાતે ડિપ્લોમા ઇજનેરી કોર્સ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સરકારી પોલીટેકનિક, પોરબંદર ખાતે પ્રિન્સીપાલ યુ. ઓ. ખાંટના દિશાદર્શન અને માર્ગદર્શન હેઠળ ધોરણ ૧૦ પછીના ડિપ્લોમા અભ્યાસક્રમો અંગે જાગૃતિ લાવવા અને વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી પસંદગી માટે પ્રેરણા આપવા માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં પોરબંદર શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમ્યાન આસી. નોડલ ઓફીસર એન. એલ. ઓડેદરા તથા પ્રોફેસર વી. એન. ડાંગર દ્વારા ડીપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા વર્ષ ૨૦૨૫-૨૬ ની માહિતી, તે અંગેના ક્રમિક પગલાં તથા વિદ્યાર્થી અને વાલીઓનાં પ્રવેશ પ્રક્રિયાને લગતાં પ્રશ્ર્નોનાં નિરાકરણ ને લગતી સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવેલ હતી.
વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની પ્રક્રિયા, પ્રવેશ મેળવવાની પદ્ધતિ તેમજ વિવિધ કોર્સની પ્રવૃત્તિઓ વિશે દૃષ્ટિઆકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું.આ દરમ્યાન નોડલ ઓફિસર પ્રોફેસર એ. એન. ખુદાઇવાલા દ્વારા વિદ્યાર્થીઓને પોતાના રસ, શક્તિ અને અવકાશ અનુસાર યોગ્ય કોર્સ પસંદ કરવાની સલાહ આપવામાં આવી તથા કારકિર્દી માટે યોગ્ય દિશામાં આગળ વધવા પ્રેરણા આપવામાં આવી હતી.આ તકે બહોળી સંખ્યામાં આશરે ૨૩૫ જેટલા વિધ્રાથીઓ તથા વાલીઓએ હાજર રહીને આગામી ઉજ્જવળ ભવિષ્યનું પગથીયું ચડવા અંગે માર્ગદર્શન મેળવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech