પ્રાપ્ત વિગતો મુજબ, સંદીપભાઈ ઉર્ફે રઘો અશોકભાઈ જાવીયા(ઉ.વ.૩૨ રહે. ભાયાવદર, ન્યુ હાઈસ્કુલના ગ્રા ઉન્ડની સામે તા.ઉપલેટા) દ્વારા ભાયાવદર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અલમોઇન આદમભાઇ મંઘરા(રહે.ભાયાવદર) નું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ભાયાવદર ખાતે ગંજીવાડામાં રેડીમેઈટ તથા કટલેરીની દુકાન આવેલ છે જયા વેપાર કરી મારા પરીવારનુ ગુજરાન ચલાવુ છું.
દુકાનમાં માલ સામાન લેવા માટે રૂપિયાની જરૂરત પડતા તા.૨૮/૧૨/૨૦૨૩ ના રોજ ભાયાવદર, સરસ્વતી સોસાયટીમાં રહેતા અલમોઈન આદમભાઈ મંધરા પાસેથી ૨ લાખ વ્યાજે લીધા હતા.જેમા વ્યાજની શરત એવી હતી કે દરરોજ રૂ. ૧૦ હજાર લેખે ચાલીસ દીવસ સુધી આપવાના હતા. જેથી મે બે લાખ લીધેલ ત્યારથી દરરોજ અલમોઈન ફરિયાદીની દુકાનેથી રૂ. ૧૦ હજાર લઈ જતો આમ તેને દરરોજના દસ હજાર લેખે ચાલીસ દીવસ સુધી કુલ રૂ.૪,૩૦,૦૦૦ આપ્યા હતાં. તેના બેન્ક અકાઉન્ટમાં ઓન લાઈન જમા કર્યા હતાં. જેમા રૂ.૨ લાખ પુરા તેની મુદલ રકમ તથા વ્યાજના રૂ.૨,૩૦,૦૦૦ ચુકવી આપ્યા હતા.
તેમ છતા ચાલીસ દીવસ પુરા થયા બાદ પણ અલમોઇન દુકાને અવાર નવાર આવી ધમકી આપી થોડા થોડા કરી કુલ રૂ. ૧,૮૪,૦૦૦ રોકડા લઈ ગયેલ હતો તેમ છતા આજથી આશરે ચારેક માસ પહેલા ફરિયાદી બહારગામ હતા ત્યારે અલમોઈન તેમના ઘરે ગયો હતો તેમના પિતાજીને લખાણ બતાવી કહેલ કે મારે સંદીપ પાસેથી બે લાખ રૂપિયા લેવાના છે તમે આપો તેમ કહેતા ફરિયાદીના પિતાજીએ તેને રૂ. ૧.૮૦ લાખ આપ્યા હતાં. આમ ફરિયાદીએ તેને મુદ્દલ રકમ સહીત કુલ રૂ.૭,૯૪,૦૦૦ ચુકવેલ જેમા મુદલ રકમ બાદ કરતા રૂ.૫,૯૪,૦૦૦ પુરા વ્યાજ ચુકવેલ હતુ. તેમ છતા અવાર નવાર યુવાન પાસે મુદલ રકમ અથવા વ્યાજની માંગણી કરી ગાળો આપી મારી નાખવાની ધમકી આપતો હતો. તેણે કહ્યુ હતું કે, તુ મને મારા રૂપિયા તથા વ્યાજ નહી આ૫ તો હું દવા પી જઈશ અને તારૂ નામ લખાવી દઈશ.
આમ, આ શખસે અલમોઈન કોઇપણ જાતના વ્યાજ આપવાના લાઇસન્સ વગર જેમા રૂપિયા ૨ લાખના પુરાના દરરોજના ૧૦,૦૦૦ ચુકવવાના એમ વ્યાજે તરીકે દીધેલ જેમા મે મુદલ રકમ બાદ કરતા રૂ.૫,૯૪,૦૦૦ પુરા વ્યાજ તરીકે ચુકવેલ હોય તેમ છતા આ અલમોઈન આદમભાઈ મંધરા (રહે.ભાયાવદર) સરસ્વતી સોસાયટી વાળો વ્યાજની ઉઘરાણી કરતો હોય અને મને ગાળો આપી મારી નાખવાની ધમકી આપતો હોય આ અંગે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપી સામે મની લેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMદ્વારકાના ખેડૂતોને સહાય માટેની અરજીઓના ડ્રો બાદ પૂર્વમંજુરી
May 20, 2025 11:53 AMદ્વારકા: બોર્ડમાં ઉતીર્ણ થયેલા સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોનું કરાશે સન્માન
May 20, 2025 11:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech