પોરબંદરને જ્યારથી મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે અને સરકારી બાબુઓનું શાસન આવ્યું છે,ત્યારથી લોકોની સમસ્યાઓમાં દિવસે વધારો થઈ રહ્યો છે.શહેરના બે માળના ઓવરબ્રિજ ઉપર બે દિવસથી મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ છે, જેના કારણે પોરબંદર બાયપાસ ઉપરથી પસાર થતા વાહનચાલકોથી માંડીને સામા કાંઠે સોસાયટીઓમાં રહેતા લોકોને અવરજવરમાં ખુબ જ મોટી મુશ્કેલી વેઠવી પડે છે,છતાં સરકારી અધિકારીઓ આ બાબતે દરકાર લેતા નથી.શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટોના સમારકામ કરાવ્યાના દેખાડો કરતા હોય તેવા આંકડા જાહેર કરતું મહાનગરપાલિકાનું તંત્ર ઓવરબ્રિજ ઉપરની બંધ લાઈટોને તાત્કાલિક શરૂ કરાવે તે ઇચ્છનીય છે.કારણ કે અહીંયાથી ટ્રક સહિત ડમ્ફર જેવા ભારે વાહનો રાત્રિના સમયે સતત પસાર થતા હોય છે તેના કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા મ.ન.પા.ના અધિકારીઓ જાગે તેવી માંગ થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ બરડા સફારી માટે પ્રવાસીઓનો ઘસારો
March 28, 2025 11:08 AMઆંબાના બગીચા બન્યા વનરાજનું આશ્રયસ્થાન
March 28, 2025 11:08 AMઆંતરરાજયમાં ઓનલાઈન ફ્રોડ કરનારને પોલીસે વેશપલટો કરી છતીસગઢથી દબચ્યો
March 28, 2025 11:08 AMએક બાજુ ડેમ ઓવરફ્લો બીજી તરફ મૂળીના ખેડુતોને પાણી નથી મળતુ
March 28, 2025 11:06 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech