અમેરિકન મીડિયા ટાયકૂન સ્ટીવ બેનન પણ વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ અધિકારી છે. તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને સલાહ આપી છે કે કરી કે ઈલોન મસ્કના ઇમિગ્રેશન સ્ટેટસની તપાસ થવી જોઈએ અને તેમને શક્ય તેટલી વહેલી તકે અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવે.
બેનન અહીં અટક્યા નહીં. તેમણે મસ્કની કંપની સ્પેસએક્સ જપ્ત કરવાની પણ વિનંતી કરી છે. બેનને કહ્યું કે સંરક્ષણ ઉત્પાદન કાયદાનો ઉપયોગ કરીને મસ્કની રોકેટ કંપની સ્પેસએક્સ પર નિયંત્રણ મેળવવું જોઈએ.
તેમણે કહ્યું કે જ્યારે મસ્કે ધમકી આપી હતી કે તેઓ તાત્કાલિક અસરથી સ્પેસએક્સના મુખ્ય કાર્યક્રમો બંધ કરી દેશે, ત્યારે ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને સ્પેસએક્સ જપ્ત કરવું જોઈએ.
ઉલ્લેખનીય કે સંરક્ષણ ઉત્પાદન કાયદો કોરિયન યુદ્ધના યુગનો કાયદો છે, જેના હેઠળ રાષ્ટ્રપતિને ખાનગી કંપનીઓને નિયંત્રિત કરવાનો અધિકાર મળે છે.ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના આ બિલમાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર કર મુક્તિ સમાપ્ત કરવાનો પ્રસ્તાવ છે. બાઈડેન સરકાર પહેલા નવી ઈવીની ખરીદી પર 7,500 ડોલરની કર મુક્તિ આપતી હતી. ટ્રમ્પ તેને સમાપ્ત કરવા જઈ રહ્યા છે. આ બિલમાં એક જોગવાઈ છે કે 2009 થી 2025 ની વચ્ચે બે લાખ ઈવી વેચનાર કંપનીઓને છૂટ નહીં મળે. આ ઈલોન મસ્કના ટેસ્લા માટે સીધો ઝટકો છે.
બીજું કારણ એ છે કે ઈલોન મસ્ક તેમના વિશ્વાસુ જેરેડ આઇઝેકમેનને યુએસ સ્પેસ એજન્સી નાસામાં એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કરવા માંગતા હતા. પરંતુ ટ્રમ્પે તેમની ભલામણને અવગણી હતી. મસ્ક માનતા હતા કે જો આઇઝેકમેન નાસામાં એડમિનિસ્ટ્રેટર બને છે, તો તેનાથી તેમની કંપની સ્પેસએક્સ ને પણ ફાયદો થશે.
ટ્રમ્પે મસ્કને ડોજની જવાબદારી સોંપી હતી, જેનું કામ સરકારી ખર્ચ ઘટાડવાનું હતું. ટ્રમ્પે તેમને એક રીતે નકામા અને બિનજરૂરી ખર્ચ ઘટાડવા કહ્યું હતું. આ માટે, ડોજ એ હજારો અને લાખો સરકારી કર્મચારીઓને છટણી કરી. આનાથી ઈલોન મસ્કની છબી ખરાબ થઈ. મોટાભાગના લોકો માનતા હતા કે મસ્ક પોતાની મરજીથી લોકોને નોકરીમાંથી કાઢી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech