અમદાવાના વસ્ત્રાલમાં તલવારો અને લાકડીઓ વડે જાહેર રસ્તાઓ પર પસાર થતા લોકોને માર મારવાની ઘટનાથી ગુજરાત પોલીસ સફાળી જાગી છે. સરકારે સમગ્ર ગુજરાતમાં અસામાજિક શખસોનું લિસ્ટ તૈયાર કર્યું છે. ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલે 15 મોટા બુટલેગરો અને મોટા ગુનેગારોનું લિસ્ટ બનાવ્યું હતું. જેમાં લિસ્ટેડ અમદાવાદના બુટલેગરના ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલિશન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં દારૂબંધી તો છે, તેમ છતાં છાશવારે રાજ્યમાં દેશી દારૂના અડ્ડા અને દારૂ પીને આતંક મચાવનારા જોવા મળતા રહે છે. જેને ડામવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આવા 15 બુટલેગરોની ગેરકાયદે મિલકત અને બાંધકામ અંગેની યાદી જાહેર કરી છે અને તેના પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. જેને પગલે આજે અમદાવાદના સરખેજમાં લિસ્ટેડ બુટલેગર બાબુ રાઠોડનું ગેરકાયદે બાંધકામ તોડી પાવામાં આવ્યું છે. આ ડિમોલિશન પોલીસની હાજરીમાં કરાયું હતું. નોંધનીય છે કે, બાબુ રાઠોડ સામે ડ્રગ્સ, મારામારી સહિત 23 ગુનાઓ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા 7612 શખ્સોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. જેમાં 3264 બુટલેગરો, 2149 શરીર સંબંધિત ગુનો કરનાર, 958 મિલકત સંબંધિત ગુનો કરનાર, 516 જુગારીયા અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર શખ્સોની યાદી તૈયાર કરી છે. ત્યારબાદ આ તમામ શખ્સો વૉચ રાખવાની સાથે તેમના ગેરકાયદે દબાણો, વીજ જોડાણ, શંકાસ્પદ આર્થિક વ્યવહાર સહિતની તપાસ કરવામાં આવશે.
મનપસંદ જિમખાનાના ગેરકાયદે બાંધકામો તોડ્યા
આજે સવારથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામોને તોડવાની શરૂઆત મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી રહી છે. શહેરના દરીયાપુર વિસ્તારમાં જાણીતા મનપસંદ જિમખાના પ્રાઇવેટ લિમિટેડના ગેરકાયદેસર બાંધકામને તોડવાની શરૂઆત મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરિયાપુર વાઘજીપુરા પાસે મનપસંદ જીમખાના નામે જુગારધામ ચલાવતા ગામા પટેલના બિલ્ડિંગમાં ત્રીજા માળે ગેરકાયદેસર શેડ ઊભો કરી દેવામાં આવ્યા હતા. જે ગેરકાયદેસર શેડને તોડી પાડવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMહળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ
May 18, 2025 03:39 PMપનીર લવર્સ માટે બેસ્ટ છે ચીલી પનીરની રેસીપી, ઝડપથી જાણી લો તેને બનાવવાની સરળ રીત
May 18, 2025 03:27 PMગામડું બોલે છે : રાજકોટ જિલ્લાના વેરાવળ ગામમાં મોડી રાત સુધી ચાલે છે ગ્રામ પંચાયત
May 18, 2025 02:51 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech