રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા આજે સવારે યુનિવર્સીટી રોડ ઉપર નટરાજનગર મફતીયાપરા પાસેના ટીપી પ્લોટ તેમજ વાવડીમાં ટીપી રોડ ઉપરથી એક મંદિર અને ગેરકાયદે બાંધકામ કરી બનાવેલા ૧૧ પાકા મકાન સહિત કુલ એક ડઝન બાંધકામ ઉપર બુલડોઝર ફેરવીને કુલ રૂ.૧૩.૨૮ કરોડની કિંમતની ૧૫૬૩ ચોરસ મીટર જમીન ખુલી કરાવવામાં આવી હતી.
વાવડીમાં ટીપી રોડ ઉપર ગેરકાયદે બાંધકામ કરીને બનાવેલા મેલડી માતાજીના મંદિરના ડિમોલિશન વેળાએ અમુક ભક્તો આવી પહોંચ્યા હતા અને માતાજીની રજા લેવી પડે, અમને પહેલા માતાજીની રજા લેવા દ્યો તેમ કહીને એકાદ કલાક સુધી ડિમોલિશન અટકાવ્યું હતું ત્યારબાદ રજા લેવાની પ્રક્રિયા પૂર્ણ થયાનું જાહેર કરતાની સાથે જ મહાપાલિકાએ મંદિર ઉપર બુલડોઝર ફેરવી નાખ્યું હતું.
વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, પશ્ચિમ રાજકોટના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીના આદેશ અનુસાર તથા સીટી એન્જીનીયર કુંતેશ કે. મહેતાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા રાજકોટ મહાપાલિકાને પ્રાપ્ત થયેલ અનામત પ્લોટ તથા ટીપી રોડ ઉપરના અનઅધિકૃત બાંધકામ હટાવવા ડિમોલીશન કરાયું હતું જેમાં કુલ ૧૫૬૩ ચોરસ મીટર જમીન ખુલી જેની અંદાજીત કિંમત રૂ.૧૩.૨૮ કરોડ થાય છે. ઉપરોક્ત ડિમોલિશનમાં સૌપ્રથમ યુનિવર્સીટી રોડ ઉપર વોર્ડ નં.૯માં રૈયા ટીપી સ્કિમ નં.૪ (આખરી)ના ફાઇનલ પ્લોટ નં.૪૫૦ કે જે નટરાજનગર પીપીપી આવાસ યોજના પાસે આવેલો છે તેમાં ગેરકાયદેસર બાંધકામ કરીને બનાવેલા છ મકાનો ઉપર બુલડોઝર ફેરવીને ૧૫૬૩ ચોરસ મીટર જમીન ખુલી કરાઇ હતી જેની પ્રતિ ચો.મી.દીઠ કિંમત રૂ.૮૫૦૦૦ થાય છે, આ ભાવ મુજબની ગણત્રીએ કુલ રૂ.૧૩.૨૮ કરોડની જમીન દબાણ મુક્ત કરાઇ હતી. તદઉપરાંત વાવડી ટીપી સ્કિમ નં.૧૪ (મુસદ્દારૂપ)માં ૧૫ મીટરના તથા ૧૫.૨૪ મીટરના ટીપી રોડ (ટ્રુ વેલ્યુ) પાછળ) ઉપર ગેરકાયદેસર બાંધકામ કરીને બનાવેલા પાંચ પાકા મકાનો અને મેલડી માતાજીનું એક મંદિર સહિતના છ બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી ૭૯ મીટરની લંબાઇનો ટીપી રોડ દબાણમુક્ત કરાયો હતો.
ઉપરોક્ત ડિમોલિશનમાં ટાઉન પ્લાનીંગ શાખા, વેસ્ટ ઝોનનાં બંને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તથા તમામ આસિ. એન્જીનીયર, એડી.આસી. એન્જીનીયર, હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, આવાસ યોજના શાખા, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ તથા પીજીવીસીએલ અને ગુજરાત ગેસ કંપની લી.નો સ્ટાફ સ્થળ ઉપર હાજર રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech