તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના સિંધી કોલોની અને રેલનગર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી અંદાજે કુલ ૧૧૦૦ ચોરસ મીટર જમીન ખુલી કરવામાં આવી હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોનના સિટી એન્જીનિયર એ.એ.રાવલએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષદ આર.પટેલની સુચના અનુસાર તથા સીટી એન્જીનિયરના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ગઇકાલે મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.૩માં (૧) રેલનગર વિસ્તારમા રૂદ્ર રેસીડેન્સીની સામે (૨) જંક્શન પ્લોટ વિસ્તારમાં સિંધી કોલોની રહેણાંકમાં ગેરકાયદેસર બાંધકામ દુર કરી અંદાજે કુલ ૧૧૦૦ ચોરસ મીટર જમીન ખુલી કરાવવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે નોન ટીપી એરિયાની જમીન દબાણ મુક્ત કરાઇ હતી. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ સ્થળ ઉપર હાજર રહ્યો હતો તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પ્રધુમન નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુનેગારો સામે ચાલી રહેલી ડ્રાઇવ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ ઓપરેશન હાથ ધરાયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PM5 વર્ષમાં 1500%થી વધુ વળતર, આ મલ્ટિબેગર સ્ટોકે બનાવી દીધા લખપતિ, જાણો હવે ક્યાં પહોંચી કિંમત
April 20, 2025 11:47 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech