દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે અને પોતાની વધતી ઉંમરને ટાંકીને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનું પત્રમાં જણાવતા તેમણે પક્ષના તમામ ધારાસભ્યો દ્રારા આપવામાં આવેલા સન્માન બદલ આભાર વ્યકત કર્યેા હતો. તેમણે કહ્યું કે તેઓ હવે તેમની ઉંમરને કારણે ચૂંટણીના રાજકારણથી દૂર રહેવા માંગે છે પરંતુ પાર્ટીની સેવા કરવાનું ચાલુ રાખશે.
કેજરીવાલને લખેલા પત્રમાં રામ નિવાસ ગોયલે લખ્યું છે કે હત્પં તમને નમ્રતાપૂર્વક જણાવવા માંગુ છું કે છેલ્લા ૧૦ વર્ષથી મેં શાહદરા વિધાનસભાના ધારાસભ્ય અને સ્પીકર તરીકે મારી ફરજો કુશળતાપૂર્વક નિભાવી છે. તમે હંમેશા મને ઘણું સન્માન આપ્યું છે જેના માટે હત્પં હંમેશા તમારો આભારી રહીશ. પાર્ટી અને તમામ ધારાસભ્યોએ પણ મને ઘણું સન્માન આપ્યું છે, આ માટે હત્પં દરેકનો આભાર વ્યકત કં છું. તેમણે પત્રમાં આગળ લખ્યું કે મારી ઉંમરને કારણે હત્પં ચૂંટણીના રાજકારણથી દૂર રહેવા માંગુ છું. હત્પં તમને ખાતરી આપું છું કે હું મારા તન, મન અને ધનથી આમ આદમી પાર્ટીની સેવા કરતો રહીશ. તમારા દ્રારા મને જે પણ જવાબદારી સોંપવામાં આવશે તે હત્પં નિભાવવાનો પ્રયત્ન કરીશ.
તેમના પત્રના જવાબમાં કેજરીવાલે લખ્યું કે રામનિવાસ ગોયલ જીનો ચૂંટણી રાજકારણમાંથી દૂર થવાનો નિર્ણય આપણા બધા માટે ભાવનાત્મક ક્ષણ છે. વર્ષેાથી તેમના માર્ગદર્શને અમને ગૃહની અંદર અને બહાર સાચી દિશા બતાવી છે. તેમની વધતી જતી ઉંમર અને તબિયતના કારણે તેમણે તાજેતરમાં ચૂંટણીના રાજકારણમાંથી દૂર થવાની ઈચ્છા વ્યકત કરી હતી. અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ. ગોયલ સાહેબ અમારા પરિવારના સંરક્ષક હતા, છે અને રહેશે. પાર્ટીને ભવિષ્યમાં પણ તેમના અનુભવ અને સેવાઓની હંમેશા જર રહેશે.
રામનિવાસ ગોયલ લાંબા સમયથી રાજકારણમાં છે. ૧૯૯૩માં તેઓ ભાજપની ટિકિટ પર શાહદરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બાદમાં યારે આમ આદમી પાર્ટી અસ્તિત્વમાં આવી ત્યારે તેઓ તેમાં જોડાયા. પછી તેઓ છેલ્લી બે ચૂંટણીઓમાં સતત જીત્યા અને પછી વિધાનસભાના સ્પીકર બન્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech