બેડમિન્ટન પ્લેયર પ્રેગ્નેન્સી ભરપુર એન્જોય કરી રહી છે?દીપિકા પાદુકોણે તેના પ્રેગ્નન્સી ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. દીપિકા પાદુકોણ પતિ રણવીરસિંહ સાથે પોતાના પહેલા બાળકની માતા બનવા જઈ રહી છે. તેણે પોતાના નવા ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ફેન્સ સાથે શેર કરી છે. તસવીરોમાં અભિનેત્રીને પીળા રંગના સુંદર આઉટફિટમાં દેખાઈ રહી છે. તેના ચહેરા પર ચમક સ્પષ્ટ દેખાય છે. આ તસવીરોને ચાહકોનો પ્રેમ મળી રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તસવીરોમાં પણ અભિનેત્રી તેના બેબી બમ્પને છુપાવતી જોવા મળે છે. ફોટોશૂટની તસવીરો સિવાય એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં એક્ટ્રેસનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જે તે જ ફોટોશૂટનું છે, જેની તસવીરો દીપિકાએ શેર કરી છે.
29 ફેબ્રુઆરીએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરતી વખતે દીપિકા પાદુકોણે ચાહકોને જણાવ્યું હતું કે ડિલિવરી ડેટ સપ્ટેમ્બરમાં હશે. આ પછી ફેન્સ અને સેલેબ્સે તેને અભિનંદન પાઠવ્યા હતા. આ પછી અભિનેત્રીને ઘણા પ્રસંગોએ સ્પોટ કરવામાં આવી હતી. જ્યાં તેનો બેબી બમ્પ દેખાતો ન હતો. હાલમાં જ જ્યારે તે પતિ રણવીર સિંહ સાથે મુંબઈમાં વોટ કરવા માટે જોવા મળી હતી, ત્યારે તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ પછી જ્યારે ચાહકો ખુશ હતા, ત્યારે કેટલાક લોકોએતેને નકલી બેબી બમ્પ કહીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. દીપિકાએ આ ફોટામાં પોતાના લુકને ખૂબ જ સિમ્પલ રાખ્યો છે. તેણે મેસી બન બનાવ્યો છે અને ન્યૂડ શેડની લિપસ્ટિક લગાવી છે. અભિનય અને સુંદરતા બંનેથી ચાહકોને દિવાના બનાવનાર દીપિકા પાદુકોણ લોકપ્રિય છે. પોતાની એક્ટિંગ, ડાન્સ અને સ્ટાઇલ માટે જાણીતી આ\ એક્ટ્રેસ તેના હોટ અને સેક્સી ફિગર માટે પણ ફેમસ છે. દીપિકા હંમેશા પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે. બોલિવૂડમાં આવતા પહેલા દીપિકા નેશનલ લેવલની બેડમિન્ટન પ્લેયર હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુનીલ શેટ્ટીએ બોર્ડરમાં કામ કરવાની ચોખ્ખી ના પડી દીધી હતી
May 19, 2025 12:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech