ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ડીપફેક વીડિયોના મામલામાં વળતરની માંગ કરી છે. વળતરની આ રકમ 1 લાખ યુરો એટલે કે 90 લાખ રૂપિયા હશે. આ કેસ સાર્દિનિયાની સાસારી કોર્ટમાં ટ્રાયલ હેઠળ છે. વડાપ્રધાન મેલોનીની 2 જુલાઈ, 2024ના રોજ કોર્ટમાં નિવેદન લેવામાં આવશે.
વર્ષ 2022માં જ્યોર્જિયા મેલોનીનો વીડિયો અમેરિકન એડલ્ટ ક્ધટેન્ટ વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તે સમયે જ્યોર્જિયા મેલોની ઈટાલીના વડાપ્રધાન ન હતા. આરોપીએ એડલ્ટ ફિલ્મ સ્ટારના ચહેરા પર જ્યોર્જિયાનો ચહેરો સુપરઇમ્પોઝ કર્યો હતો. એટલે કે મેલોનીનો ડીપફેક વીડિયો ફેસ મોર્ફિંગ ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યો હતો.
મેલોનીની ટીમ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, 2022માં અપલોડ કરાયેલા આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. ઈટાલીના કાયદા અનુસાર આ એક ગુનો છે જેના માટે 6 મહિનાથી લઈને 3 વર્ષની જેલની સજા થઈ શકે છે. જો કે, જ્યારે આરોપીઓ પકડાઈ ગયા, ત્યારે ટ્રાયલ શરૂ થઈ. જ્યોર્જિયા મેલોની વતી બંને આરોપીઓ સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હવે નુકસાની તરીકે 1 લાખ યુરો એટલે કે લગભગ 90 લાખ રૂપિયાના વળતરની માંગણી કરવામાં આવી છે.
શા માટે વળતરની માંગણી ?
મેલોનીના વકીલ મારિયા જિયુલિયા મેરોન્ગીયુએ કહ્યું કે વડાપ્રધાન જે વળતરની માંગ કરી રહ્યા છે તે પ્રતીકાત્મક છે. આ વળતરનો હેતુ આવા અપરાધોનો ભોગ બનેલી મહિલાઓને સંદેશ આપવાનો છે કે તેઓ પોતાનો અવાજ ઉઠાવવામાં ગભરાશે નહીં. જો વળતર આપવામાં આવે છે, તો તે હિંસાનો ભોગ બનેલી મહિલાઓને મદદ કરવા માટે રકમ દાન કરશે.
આજના ડીજીટલ યુગમાં એવા ઘણા લોકો છે જેઓ ઇન્ટરનેટ દ્વારા ખોટા સમાચાર અને ભ્રામક માહિતી ફેલાવી રહ્યા છે. આવા જ નકલી વીડિયો પણ લોકોને મોકલવામાં આવે છે. આ વીડિયોને ડીપફેક્સ કહેવામાં આવે છે.
શું છે સમગ્ર મામલો ?
વર્ષ 2022માં જ્યોર્જિયા મેલોનીનો વીડિયો અમેરિકન એડલ્ટ ક્ધટેન્ટ વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તે સમયે જ્યોર્જિયા મેલોની ઈટાલીના વડાપ્રધાન ન હતા. આરોપીએ એડલ્ટ ફિલ્મ સ્ટારના ચહેરા પર જ્યોર્જિયાનો ચહેરો સુપરઇમ્પોઝ કર્યો હતો. એટલે કે મેલોનીનો ડીપફેક વીડિયો ફેસ મોર્ફિંગ ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, જે મોબાઈલનો ઉપયોગ એડલ્ટ વીડિયો અપલોડ કરવા માટે કરવામાં આવ્યો હતો. પોલીસે તે મોબાઈલને ટ્રેસ કરીને 40 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. આશ્ચર્યની વાત એ હતી કે તેમના 73 વર્ષના પિતા પણ આ કામમાં જોડાયેલા હતા. બંનેએ સાથે મળીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને નકલી વીડિયો બનાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech