અજિત પવાર જૂથના નેતા અને મહારાષ્ટ્ર્રના મંત્રી છગન ભુજબળને ધમકીભર્યેા પત્ર મળ્યો છે. તેમની ઓફિસે માહિતી આપી હતી કે છગન ભુજબળને જાનથી મારી નાખવાનો ધમકીભર્યેા પત્ર મળ્યો છે. ભુજબળના સમર્થકોએ તેમના માટે વધારાની સુરક્ષાની માંગ કરી છે.છગન ભુજબળે ૩ ફેબ્રુઆરીએ દાવો કર્યેા હતો કે તેમણે ૧૬ નવેમ્બરે મહારાષ્ટ્ર્ર કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ આ હકીકત ગુ રાખી હતી. છગન ભુજબળે કહ્યું હતું કે મરાઠા આરક્ષણ મુદ્દે રાયના વિવિધ ભાગોમાં વિરોધ ચરમસીમાએ હતો ત્યારે તેમણે બે મહિના પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું, પરંતુ તેણે તે સ્વીકાયુ નહીં. વિચાયુ કે મૌન રહેવું વધુ સાં છે.
ભુજબળે કહ્યું હતું કે તેમનો રાજીનામું પત્ર હજુ પણ શિંદે પાસે છે, પરંતુ હવે તેઓ સમાજના હિતમાં અને ઓબીસીને ન્યાય સુનિશ્ચિત કરવાના મોટા હેતુ માટે યેવલા (નાસિક) ના ધારાસભ્ય પદ છોડવાની યોજના બનાવી રહ્યા છે. તે જ સમયે, મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગેએ કહ્યું કે જો મહારાષ્ટ્ર્રના મંત્રી અને ઓબીસી નેતા છગન ભુજબલ મરાઠા સમુદાય માટે આરક્ષણના માર્ગમાં અવરોધ ઉભો કરશે તો તેઓ મંડલ કમિશનને પડકારશે.
ફોન પર ૧૨ વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી
ગયા વર્ષે છગન ભુજબળને તેમના ફોન પર ૧૨ વખત જાનથી મારી નાખવાની ધમકીના મેસેજ આવ્યા હતા. વર્તમાન ઓબીસી આરક્ષણમાંથી કવોટા આપવાના ઉગ્ર વિરોધને કારણે ભુજબળને મરાઠા સમુદાયના રોષનો સામનો કરવો પડો હતો. એનસીપી જૂથના નેતા મનોજ ઘોડકેએ પુંડલિક નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાવચેતીના પગલા તરીકે, મહારાષ્ટ્ર્ર અને મુંબઈ પોલીસે અંગત સુરક્ષા કવચમાં વધારો કર્યેા હતો અને ભુજબલના ઘર અને મુંબઈ અને નાસિકમાં ઓફિસોની બહાર સુરક્ષા વધારી દીધી હતી
ઉધ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાલકરની હત્યા
તાજેતરમાં જ ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાલકર પર મુંબઈના દહિસર વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેને ત્રણ ગોળી વાગી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મુંબઈ પોલીસે અભિષેકના મૃત્યુની પુષ્ટ્રિ કરી હતી. આરોપી મોરિસએ પહેલા અભિષેક સાથે ફેસબુક લાઈવ કયુ અને પછી તેને ગોળી મારી દીધી. ગુનો કર્યા બાદ આરોપીએ આત્મહત્યા કરી લીધી હતી. વિનોદ ઘોષાલકર ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા છે અને અભિષેક ઘોષાલકર તેમના પુત્ર છે. અભિષેક ઘોષાલકર ભૂતપૂર્વ કોર્પેારેટર હતા. જોકે, અભિષેક પર ફાયરિંગ કર્યા બાદ આરોપીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech