જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના મેઘના ગામમાં એક શ્રમિક યુવાનનું છત પરથી નીચે પટકાઈ પડતાં અપમૃત્યુ થયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકના વતની મોહનભાઈ રામાભાઇ સાદીયા (ઉંમર વર્ષ ૪૫) કે જે લાલપુર તાલુકાના મેઘના ગામમાં મજુરી કામ કરવા માટે આવેલા હતા, અને તાજુદ્દીનભાઈ ખોજાની વાડીમાં મકાનની છત ઉપર કામ કરતા હતા, જે દરમિયાન અકસ્માતે નીચે પટકાઈ પડતાં ગંભીર ઇજા થવાથી સારવાર માટે તેઓને સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ પ્રવીણભાઈ રામાભાઈ સાદીયા એ પોલીસને જાણ કરતાં લાલપુરના એ.એસ.આઈ. ડી. ડી. જાડેજા હોસ્પિટલે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech