ઉત્તરી ગાઝાના જબાલિયામાં કાર્યરત ઈઝરાયેલી સેનાને મોટો આંચકો લાગ્યો છે. રવિવારે થયેલા વિસ્ફોટમાં આર્મી બ્રિગેડ કમાન્ડરનું મોત થયું હતું. તે ટાંકીમાંથી નીચે ઉતર્યેા હતો અને તે વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યો હતો યારે તે વિસ્ફોટનો ભોગ બન્યો હતો. તે ચાર મહિના પહેલા જ બ્રિગેડ કમાન્ડર બન્યો હતો. નોંધનીય છે કે દકસાના મૃત્યુ સાથે, ૨૭ ઓકટોબર, ૨૦૨૩ ના રોજ ગાઝામાં ભૂમિ આક્રમણ શ થયું ત્યારથી માર્યા ગયેલા ઇઝરાયેલી સૈન્ય કર્મચારીઓની સંખ્યા વધીને ૩૫૮ થઈ ગઈ છે.
ઉત્તરી ગાઝામાં હમાસ વિદ્ધ ઓપરેશન દરમિયાન રવિવારે થયેલા વિસ્ફોટમાં ઈઝરાયેલી સેનાનો એક બ્રિગેડ કમાન્ડર માર્યેા ગયો છે. ઇઝરાયલી આર્મી ના પ્રવકતા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ પુષ્ટ્રિ કરી કે ૪૦૧મી બ્રિગેડના કમાન્ડર કર્નલ અહેસાન દકસા જબાલિયા વિસ્તારમાં માર્યા ગયા. તેની ટાંકીમાંથી બહાર નીકળ્યા કે તરત જ જોરદાર વિસ્ફોટ થયો હતો અને તેમાં તેમનું મોત થયું. એક વર્ષથી ચાલી રહેલા ગાઝા યુદ્ધમાં માર્યા ગયેલા સૌથી વરિ ઇઝરાયેલી લશ્કરી કમાન્ડરોમાંના એક હતા.
૪૧ વર્ષીય દકસા ઇઝરાયેલના ડ્રુઝ સમુદાયના સભ્ય હતા અને ચાર મહિના પહેલા બ્રિગેડ કમાન્ડર તરીકે નિયુકત થયા હતા. તેની બ્રિગેડ જબલિયામાં એક અભિયાનનું નેતૃત્વ કરી રહી હતી. હગારીએ જણાવ્યું કે આ ઘટનામાં અન્ય બટાલિયન કમાન્ડર અને બે અધિકારીઓ ઘાયલ થયા છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે 'હમાસના આતંકવાદીઓ સામે લડતી વખતે' દકસાનું મોત થયું હતું. તેઓ વિસ્તારનું નિરીક્ષણ કરવા બહાર આવ્યા હતા અને વિસ્ફોટકથી ઘાયલ થયા હતા.ઇઝરાયેલી દળોએ ૬ ઓકટોબરના રોજ જબાલિયા અને ઉત્તર ગાઝાના અન્ય ભાગો પર જમીન અને હવાઈ હત્પમલા શ કર્યા હતા. સેનાનું કહેવું છે કે તેનો ઉદ્દેશ્ય હમાસના આતંકવાદીઓને ફરી એકઠા થતા રોકવાનો છે. હમાસ સંચાલિત પ્રદેશમાં નાગરિક સુરક્ષા એજન્સીએ જણાવ્યું હતું કે બે અઠવાડિયાના હત્પમલામાં ૪૦૦ થી વધુ લોકો માર્યા ગયા હતા. લેબનોનના હિઝબુલ્લાહ સામે ૨૦૦૬ના યુદ્ધમાં ઘાયલ સૈનિકોને બચાવવા બદલ કર્નલ દકસાને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇઝરાયેલની સેના ફરી એકવાર હિઝબુલ્લાહ સામે યુદ્ધમાં છે. ઈઝરાયેલના રાષ્ટ્ર્રપતિએ દકસાને હીરો ગણાવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech