પાણી વાળવા ગયેલા ત્યારે કુવામાં જોવા જતા બનેલો બનાવ
જામજોધપુરના નરમાણામાં વાડીએ પાણી વાળવા ગયેલ પટેલ યુવાન કુવામાં પાણી જોવા જતા અકસ્માતે પડી જતા ડુબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં રહેતા દિલીપભાઇ વલ્લભભાઇ અજુડીયા (ઉ.વ.૪૫) ગઇકાલે નરમાણાની લંગારીયા સીમમાં આવેલ વાડીએ ધાણાના પાકમાં પાણી વાળવા ગયા હતા ત્યારે રાત્રીના અંધારામાં કુવામાં પાણી જોવા જતા અકસ્માતે તેમાં પડી જતા ડુબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજયુ હતું.
આ બનાવ અંગે નરમાણામાં રહેતા સંજય વલ્લભભાઇ અજુડીયાએ શેઠવડાળા પોલીસમાં જાણ કરતા આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
***
પીઠડ ગામમાં આઘેડે ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત
જોડીયા તાલુકાના પીઠડ ગામમાં એક આધેડે ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લધી છે.
જોડીયાના પીઠડ ગામમાં રહેતા વિનોદભાઇ અવચરભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ.૪૮) નામના આઘેડ થોડા સમયથી કંઇ કામધંધો કરતા ન હોય જેથી તેમના પત્ની જોશનાબેન તેમને મુકીને ચાલ્યા ગયા હતા જે બાબતનું મનમાં લાગી આવતા તેઓ સુનમુન રહેતા હતા અને ગઇકાલે વિનોદભાઇએ ઘરે પોતાની મેળે પાઇપમાં સાડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો.
આથી આધેડને પીઠડ સરકારી હોસ્પીટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસી મરણગયાનું જણાવ્યુ હતું આ બનાવની જાણ પીઠમાં રહેતા રવિ વિનોદભાઇ ઝીંઝુવાડીયાએ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરમાં ફૂલની માળા બનાવીને મહિલાઓ ગાઇ રહી છે લગ્નગીતો
April 04, 2025 02:43 PMરુકમણીનું હરણ કરીને ભગવાન શ્રીકૃષ્ણએ દોડાવ્યો હતો રથ
April 04, 2025 02:41 PMમધુવનમાં આવેલ કદમકુંડનું અને ઐતિહાસિક મહત્વ
April 04, 2025 02:39 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech