ઉનાળાની ગરમીમાં ઝાડા-ઉલ્ટી,તાવ જેવા વાયરલ રોગચાળાના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે, નાના બાળકોથી લઇ સિનિયર સીટીઝન સુધીના રોગચાળાના ભરડામાં આવી ગયા છે. પાંચેક દિવસ પહેલા ઝાડા-ઉલ્ટી અને તાવના કારણે રાવકીમા શ્રમિક યુવકનું મોત થયું હતું જયારે આજે 10 વર્ષની બાળકીનું ઝાડા-ઉલ્ટી બાદ બેભાન થઇ જતા મોત થયું હતું.
પ્રાપ્ત વિગત મુજબ રૈયારોડ પર હનુમાન મઢી પાસે રહેતા મિલિન્દભાઈ પરીખની 10 વર્ષીય પુત્રી હિતાક્ષીને છેલ્લા કેટલાક દિવસથી ઝાડા-ઉલ્ટી થતા દવા પણ લીધી હતી. રાત્રે ઘરે હતી ત્યારે તબિયત લથડ્યા બાદ બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલએ ખસેડાતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો. હિતાક્ષી ધો.3માં અભ્યાસ કરતી હતી. અને ઉલ્ટી બહાર ન આવતા ફેફસામાં જ ઉતરી જતા શ્વાસ રૂંધાઇ જવાથી મોત થયાનું લાગી રહયું છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસ ને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક મીતાક્ષીના પિતા મિલિન્દભાઈને ખાણી-પીણીની એજન્સી છે. એકની એક પુત્રીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
લોઠડા બસ સ્ટેન્ડ પાસે યુવક ઢળી પડતા મોત
રાજકોટ-ભાવનગર હાઇવે પર લોઠડામાં કેદાર મેટલ પાસે રહેતો અને મૂળ યુપીનો વિજય રામસેવક સરોજ (ઉ.વ.30) નામનો યુવક સવારે કારખાનેથી રજા લઇ વતન જવા માટે લોઠડા બસ સ્ટેન્ડમાં પહોંચતા અચાનક ઢળી પડતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલએ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક એક મહિનાપહેલા જ અહીં આવ્યો હતો અને કારખાનામાં કામ કરતો હતો. સંતાનમાં એક પુત્રી છે અને યુવકને ફેફસાની બીમારી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech