મોરબી તાલુકાના અમરનગર ગામે વેપારીને હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપનીની ડિલરશીપ આપવાની લોભામણી લાલચ આપી વેપારીને ખોટી ડિલરશીપ મંજૂર કરી વેપારી પાસેથી .૪૧,૭૧,૫૦૦ રોકાણ કરાવી પિયા પરત નહીં આપી છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના જુના સાદુળકા ગામના વતની અને હાલ મોરબીના અમરનગર ગામે રહેતા અને વેપાર કરતા સહદેવસિંહ હલુભા ઝાલા (ઉ.વ.૩૨) એ આરોપી મોબાઇલ ધારકો (૧) ૮૫૮૫૦૪૨૫૭૩ તથા (૨) ૯૦૩૮૨ ૦૭૩૧૫ તથા (૩) ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક એકાઉન્ટ નંબર ૧૪૦૮૦૧૭૬૪૫૯૪૮૭૦૧ તથા (૪) કોટક બેન્ક એકાઉન્ટ નંબર ૩૦૪૮૬૧૯૧૪૨ તથા (૫) યુનિયન બેન્ક એકાઉન્ટ નંબર ૫૨૯૬૦૨૦૧૦૦૦૯૬૬૫ના ધારક વિદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીના ફેસબુક એકાઉન્ટ સહદેવસિંહ નામના એકાઉન્ટમાં હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપનીની જાહેરાત આવેલ હોય જે જાહેરાત ફરીયાદિએ ઓપન કરતા આરોપીઓએ ઇ–મેલમાં ફરીયાદિને જણાવેલ કે તમારે હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપનીની ડીલરશિપ લેવાની હોય તો ઇ–મેલમાં મોકલેલ ફોર્મ ભરીને મોકલો જેથી ફરીયાદિએ પોતાની પત્ની શીતલબા સહદેવસિહ ઝાલાના નામે ફોર્મ ભરી ઇ–મેલથી મોકલી આપેલ હતું.
તેમજ આ ફોર્મમાં ૫૦,૦૦,૦૦૦– ડીલરશિપ પેટે રોકાણ કરવાનું જણાવેલ હોય ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંકના એકાઉન્ટ નંબર ૧૪૦૮૦૧૭૬૪૫૯૪૮૭૦૧ વાળા ખાતામાં રોકાણ પેટે ,૫૦,૦૦,૦૦૦– જમા કરવાનુ જણાવી આરોપોઓએ ફરીયાદીને લોભામણી લાલચ આપી ફરીયાદિનો વિશ્વાસ કેળવી ફરીયાદીને ડીલરશિપ મંજુર થઇ ગયેલ હોવાનું ખોટુ જણાવી ફરીયાદિને અલગ અલગ તારીખે આરોપીઓના બેંક એકાઉન્ટમાં ૪૧,૭૧,૫૦૦– નું રોકાણ કરેલ હોય અને આરોપીઓએ ફરીયાદિને બાકીના પીયા ભરશો તો જ ડીલરશિપ મળશે જેથી ફરીયાદિએ અવારનવાર મોબાઇલ ફોન દ્રારા કહેલ કે મે રોકાણ કરેલ ૪૧,૭૧,૫૦૦– મને પરત આપી દો તેમ જણાવતા છતા આરોપીઓએ ફરીયાદિના રોકાણ કરેલ પીયા આજદીન સુધી પરત નહી આપી ફરીયાદિ સાથે છેતરપીંડી કરી પિયા પડાવી લીધા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech