ખતરનાક આતંકવાદી અબ્દુલ્લા મક્કી મુસ્લીહ અલ-રુફાઈ ઉર્ફે અબુ ખદીજાને ઠાર મારવામાં આવ્યો છે. આ માહિતી ઈરાકના વડાપ્રધાને આપી છે. તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે ઈરાકી રાષ્ટ્રીય ગુપ્તચર સેવાએ સંયુક્ત ઓપરેશન કમાન્ડ અને આંતરરાષ્ટ્રીય ગઠબંધન દળોના સહયોગ અને સંકલનથી આતંકવાદી અબુ ખદીજાને ઠાર માર્યો છે. અબુ ખદીજાને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.
ઈરાકના વડાપ્રધાને શુક્રવારે જણાવ્યું કે ઈરાક અને સીરિયામાં ઈસ્લામિક સ્ટેટના નેતાને ઠાર મારવામાં આવ્યો છે. ઈરાકના વડાપ્રધાને ઈસ્લામિક સ્ટેટના નેતાને ઈરાક અને દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદીઓમાંના એક પણ ગણાવ્યા.
ઈરાકના વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ શુક્રવારે જણાવ્યું કે અબ્દુલ્લા મક્કી મુસ્લીહ અલ-રુફાઈ, જેને અબુ ખદીજા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને ઈરાકના સુરક્ષા દળોએ ઈસ્લામિક સ્ટેટ સામે લડતા અમેરિકાના નેતૃત્વવાળા ગઠબંધનના સમર્થનથી ઠાર માર્યો છે.
ઈરાકના વડાપ્રધાને સોશિયલ મીડિયા પોસ્ટમાં શું લખ્યું?
ઈરાકના વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ઈરાકી રાષ્ટ્રીય ગુપ્તચર સેવાએ સંયુક્ત ઓપરેશન કમાન્ડ અને આંતરરાષ્ટ્રીય ગઠબંધન દળોના સહયોગ અને સંકલનથી આતંકવાદી અબ્દુલ્લા માકી મુસ્લેહ અલ-રિફાઈ, ઉપનામ (અબુ ખાડીજા)ને ઠાર માર્યો, જે કથિત (ઉપ ખલીફા, જે ઈરાક અને સીરિયાના કથિત ગવર્નર, અધિકૃત સમિતિના વડા અને બાહ્ય ઓપરેશન ઓફિસોના વડાનું પદ પણ સંભાળતો હતો)નું પદ સંભાળતો હતો. તેને ઈરાક અને દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદીઓમાંનો એક માનવામાં આવતો હતો. અમે આ મહત્વપૂર્ણ સુરક્ષા સિદ્ધિ માટે ઈરાક, ઈરાકીઓ અને તમામ શાંતિપ્રિય લોકોને અભિનંદન આપીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીન CPECને અફઘાનિસ્તાન સુધી લંબાવશે, પાકિસ્તાન સાથે ડ્રેગનનો નવો ખેલ
May 21, 2025 04:43 PMપરિમલ નથવાણી, ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય
May 21, 2025 04:18 PMમાવઠાની આગાહી વચ્ચે અર્ધા ગોહિલવાડમાં ભારે પવન સાથે ઝાપટાથી એક ઈંચ વરસાદ
May 21, 2025 04:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech