રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૦માં નિર્મલા રોડ ઉપર આવેલી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાસે દરરોજ ટ્રાફિક જામની સમસ્યાથી આજુબાજુની સોસાયટીઓના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠા છે, બાળકોને સ્કૂલે મુકવા આવતા વાલીઓને તેમના વાહનો સાથે સ્કૂલ સંકુલમાં પ્રવેશ અપાતો ન હોય સ્કૂલ શ થવાના સમયે તેમજ પૂર્ણ થવાના સમયે સેંકડો વાલીઓ તેમના ટુ વ્હિલર્સ તેમજ કાર સાથે રોડ ઉપર ઉભા રહે છે જેના લીધે ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે.
અગાઉ પણ નિર્મલા સ્કૂલ પાસે સર્જાતાં ટ્રાફિક જામની સમસ્યા અનેક વખત ચર્ચાઇ ચુકી છે, તેમજ ભૂતકાળમાં આ મામલે રજુઆતો પણ થઇ ચુકી છે પરંતુ કોઈ જ નક્કર પગલાં કે પરિણામલક્ષી કાર્યવાહી થઇ નથી જેના કારણે તાજેતરમાં સ્કૂલ વેકેશન ખુલતાની સાથે ફરી રોજ ટ્રાફિક સમસ્યા સર્જવા લાગી છે, રહીશોએ જણાવ્યું હતું કે આ રોડ ઉપર દૂર દૂર સુધી કયાંય ટ્રાફિક પોલીસ નજરે પડતી નથી. વાલીઓને તેમના વાહનો શાળા સંકુલમાં લેવા દેતા નથી છતાં મહાપાલિકા તત્રં પણ સ્કૂલના ઘૂંટણિયે પડી ગયું હોય તેમ કોઇ કાર્યવાહી કરતું નથી.અગાઉની રજુઆતો અણઉકેલ છે તેમ છતાં હવે નવા મ્યુનિસિપલ કમિશનર અને નવા પોલીસ કમિશનર નિર્મલા રોડની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવશે તેવી આશાએ સ્કૂલની આજુબાજુની સોસાયટીના રહીશો વધુ એક વખત આ મામલે રજુઆત કરનાર હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech