રો-રો મારફતે દા‚ની "ફેરી, ટ્રકમાં સ્ક્રેપની આડમાં રખાયેલો દારૂ નો જથ્થો ઝડપાયો

  • April 16, 2025 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઘોઘા-હજીરા રો-રો ફેરીમાં ફરી એક વખત વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. હજીરા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમી આધારે દારૂ ભરેલી ટ્રક પકડી દારૂ, સ્ક્રેપ મળી કુલ રૂપિયા ૧૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટ્રકમાં ભરેલા ખ.જ(માઇલ્ડ સ્ટીલ) સ્ક્રેપની નીચે છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો એકંદરે રૂ. ૧. ૦૯ લાખથી વધુનો હોવાનું ખુલ્યું હતું. 
પોલીસને બાતમી મળી હતી કે, સુરત તરફથી આવતી અશોક લેલન કંપનીની ટ્રક નં. ૠઉં-૦૩-ઇઝ-૯૬૬૯ માં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરાયેલ છે અને તે રો-રો ફેરી મારફતે ભાવનગર તરફ જવાનો છે. આ બાતમીના  આધારે હજીરા સ્થિત રો-રો ફેરીના પાર્કિંગ ખાતે પોલીસની સર્વેલન્સ ટીમએ વોચ ગોઠવી અને સંદિગ્ધ ટ્રકને અટકાવી ચકાસણી હાથ ધરી હતી. તપાસ  દરમિયાન ટ્રકમાં ખ.જ. સ્ક્રેપ ભરાયેલું જોવા મળ્યું હતું, જ્યારે ગુપ્ત રીતે છુપાવેલી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી. કુલ ૧૧૩ વિદેશી દારૂની બોટલો 
ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડ સાથે મળી આવી હતી, જેની કિંમત રૂ. ૧, ૦૯, ૪૭૩ આંકવામાં આવી છે.
 આ ઉપરાંત ટ્રકમાં રહેલું ખ.જ. સ્ક્રેપ,  વજન ૧૬. ૧૦૦ ટન  કિંમત રૂ. ૭, ૦૨, ૯૨૬ દર્શાવવામાં આવી હતી. જયારે  ટ્રક નં. ૠઉં-૦૩-ઇઝ-૯૬૬૯ કિંમત રૂ. ૧૦, ૦૦, ૦૦૦, બે મોબાઇલ ફોન કિંમત રૂ. ૨૦, ૦૦૦, આધારકાર્ડ, છઈ બુક તથા સ્ક્રેપના ઇ-વે બિલ સહિતની તમામ  મળીને કુલ  રૂ.૧૮, ૩૨, ૩૯૯ ના મુદ્દામાલ સાથે વિમલ દોંગા અને કિરણ ભાટિયા નામના શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application