ઉત્તર–પૂર્વીય રાયોમાં ચક્રવાતી તોફાનને તબાહી મચાવી છે. ચક્રવાતી વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં રવિવારે ચાર લોકોના મોત થયા હતા અને ૧૭૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભારતીય હવામાન વિભાગે દેશના ઉત્તરપૂર્વ અને ઉત્તરીય રાયોમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
આસામમાં પણ ખરાબ હવામાનની અસર થઈ છે. અહીં ભારે વરસાદને કારણે ગુવાહાટીના ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની છતનો એક ભાગ તૂટી પડો. હવામાન વિભાગે પોતાના બુલેટિનમાં માહિતી આપી છે કે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખડં અને પૂર્વ મધ્ય પ્રદેશમાં કરા પડવાની સંભાવના છે. પૂર્વ એપી અને મહારાષ્ટ્ર્રમાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તશે. આ સાથે અણાચલ પ્રદેશમાં ૧ એપ્રિલથી ૪ એપ્રિલ સુધી વરસાદ પડી શકે છે. અહીં કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.
મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ચક્રવાતના કારણે થયેલા મોત પર શોક વ્યકત કર્યેા છે. તેમણે મૃતકોના પરિવારને વળતરની જાહેરાત કરી છે. આ ઉપરાંત અસરગ્રસ્તોને શકય તમામ મદદ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે. વાવાઝોડા બાદ અનેક મકાનો ધરાશાયી થયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
રવિવારે જલપાઈગુડીમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થયા હતા. મકાનોને પણ ભારે નુકસાન થયું હતું. અતિવૃષ્ટ્રિના કારણે પાકને નુકસાન થયું છે. ઈલેકટ્રીક થાંભલાઓ પડી જવાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તોફાન શમી ગયા બાદ સર્વત્ર તબાહીના ચિન્હો જોવા મળ્યા હતા. લોકોએ પોતાના ઘરમાંથી તૂટેલી વસ્તુઓ એકઠી કરવા માંડી હતી.
પૂર્વેાત્તર રાજયોમાં યલો એલર્ટ જાહેર કરાયું
આસામ અને મેઘાલય, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં ૧ એપ્રિલે ભારે વરસાદની શકયતા છે. આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદ પડી શકે છે. એક વિશેષ બુલેટિનમાં ગુવાહાટીમાં સ્થાનિક હવામાન કેન્દ્ર એ આસામ, મેઘાલય અને અણાચલ પ્રદેશ માટે રવિવાર માટે 'એલર્ટ' જાહેર કયુ છે. રાયોમાં વીજળીના કડાકા, ભારેથી અતિ ભારે વરસાદ અને ૩૦–૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફંકાવાની સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech