કચ્છ યુનિવર્સિટીના સંશોધકો દ્રારા એક વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશિત થયેલા એક પેપરમાં જાણવા મળ્યું છે કે તાજેતરના ચક્રવાત બિપરજોયે ફોસ્ફરસ જેવા આવશ્યક પોષક તત્વોને કચ્છના બન્નીના ઘાસના મેદાનમાં પહોંચાડયા છે, જેનાથી જમીનની ફળદ્રત્પપતા પર અસર પડે છે.
અભ્યાસમાં મધ્ય પૂર્વીય રણમાંથી બિપરજોયએ પવનોની અસરો અને એશિયાના સૌથી મોટા ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાન, બન્નીમાં ફોસ્ફરસના સ્તર પર તેમની અસરની તપાસ કરવામાં આવી હતી, જેમાં ચક્રવાત પછી નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આ સંશોધન દર્શાવે છે કે ચક્રવાત દરમિયાન પવનો પોષક તત્વોનું વિતરણ કેવી રીતે કરે છે, ખાસ કરીને મર્યાદિત ફોસ્ફરસવાળા શુષ્ક અને અર્ધ–શુષ્ક પ્રદેશોમાં.
આ સંશોધન વિવિધ સંસ્થાઓના નિષ્ણાતો દ્રારા હાથ ધરવામાં આવ્યું હતું: સીમા શર્મા અને પક ડે (કચ્છ યુનિવર્સિટી), મહેશ ઠક્કર (બિરબલ સાહની ઇન્સ્િટટૂટ ઓફ પેલેઓસાયન્સ), રણજીત કુમાર સારંગી (ઇસરો) અને અભિપ ચૌધરી અને આલિયાનાઝ (ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી). તેમના વિશ્લેષણમાં ફોસ્ફરસ વિતરણ પેટર્નને સમજવા માટે નાસાના મેરા–૨ સેટેલાઇટ ડેટા સહિત ૪૦ વર્ષના ડેટાને આવરી લેવામાં આવ્યો હતો. ફોસ્ફરસ વનસ્પતિ વિકાસ માટે જરી તત્વ છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા અને થારના રણમાંથી આવતા પવનો ફોસ્ફરસથી ભરપૂર કણોનું પરિવહન કરે છે. વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ચક્રવાત બિપરજોય પછી બન્ની ઘાસના મેદાનમાં ચક્રવાત અને વરસાદ દરમિયાન ધૂળ જમા થવાને કારણે ફોસ્ફરસનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે.
જેમ જેમ પવનો મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા અને થાર રણ પ્રદેશોમાંથી ધૂળ વહન કરે છે, તેમ તેમ તેઓ ફોસ્ફરસ સમૃદ્ધ કણોને જમીન પર સ્થાયી કરે છે, જે પશ્ચિમ ગુજરાતથી શ થાય છે અને બન્ની ઘાસના મેદાનો જેવા વિસ્તારોમાં ફેલાય છે, જે હિમાલયની પર્વતમાળાઓ અને ભારતીય ઉપખંડના અન્ય ઇકોસિસ્ટમ સુધી પહોંચે છે.
કચ્છ યુનિવર્સિટીના પક ડેએ કહ્યું કે આ ધૂળ કુદરતી ખાતર તરીકે કામ કરે છે, જે ભારતના ખાધ પુરવઠા માટે મહત્વપૂર્ણ વનસ્પતિ અને કૃષિ પાકના વિકાસને ટેકો આપે છે. ધૂળ આવશ્યક ફોસ્ફરસનું પરિવહન કરે છે જે જમીનને સમૃદ્ધ બનાવે છે, છોડના વિકાસ અને આરોગ્યને પ્રોત્સાહન આપે છે.
સંશોધન ટીમે ૧૯૮૧ થી ચાર દાયકા સુધી ફોસ્ફરસ પેટર્નની તપાસ કરવા માટે નાસાના એમઈઆરઆરએ–૨ ઉપગ્રહ ડેટાનો ઉપયોગ કર્યેા. તેઓએ ધૂળ અને પોષક તત્વોના પરિવહન પર પવન પેટર્નના પ્રભાવનો અભ્યાસ કર્યેા. સામાન્ય સ્થિતિમાં, ફોસ્ફરસ સૂકી ધૂળ તરીકે જમા થાય છે પરંતુ ચક્રવાત અથવા વરસાદ દરમિયાન તે ભીનું સંચય બની જાય છે, જે તેને છોડ માટે વધુ સુલભ બનાવે છે.
ચક્રવાત બિપરજોય બન્નીમાં સૂકી અને ભીની ધૂળ બંનેનો સંચય કરાવે છે, જેનાથી શુષ્ક જમીનની ફળદ્રત્પપતા વધે છે. આ પોષક તત્વોથી ભરપૂર ધૂળ ઉત્તર ભારતમાં પણ પહોંચે છે, જે હિમાલય પ્રદેશમાં એકઠી થાય છે.
કચ્છ યુનિવર્સિટીના સીમા શર્માએ ઉમેયુ કે ડેટાના વિશ્લેષણથી જાણવા મળ્યું કે મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા અને થાર રણ પ્રદેશમાંથી આવતા પવનો બન્ની ઘાસના મેદાનો અને સમગ્ર ભારતમાં એરોસોલ લોડિંગમાં કેવી રીતે નોંધપાત્ર ફાળો આપે છે. આ આપણને જણાવે છે કે આ પવન ઉપખંડની ખાધ સુરક્ષાને કેવી રીતે અસર કરે છે.
સંશોધકોએ માટી ફોસ્ફરસના બે સ્વપો ઓળખ્યા: કુલ ફોસ્ફરસ (ટીપી) જે છોડ માટે ઉપલબ્ધ નથી અને ઉપલબ્ધ ફોસ્ફરસ (એપી) જેનો ઉપયોગ છોડ કરી શકે છે. માટીના સુમસજીવો ટીપી ને એપીમાં પાંતરિત કરે છે.
બિપરજોય પહેલાના માપમાં એપી ૧૫.૧૫ કિગ્રા પ્રતિ હેકટર અને ટીપી ૪૫.૮૧ કિગ્રા પ્રતિ હેકટર દર્શાવવામાં આવ્યું હતું. ચક્રવાત પછીના મૂલ્યો એપી માટે ૨૨.૫૪ કિગ્રા પ્રતિ હેકટર અને ટીપી માટે ૬૦.૯૫ કિગ્રા પ્રતિ હેકટર સુધી વધી ગયા. ચક્રવાતના ૨૦ દિવસ પછી ટીપીની સૌથી વધુ સાંદ્રતા ૬૧.૮૯ કિગ્રા પ્રતિ હેકટર પહોંચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMહળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ
May 18, 2025 03:39 PMપનીર લવર્સ માટે બેસ્ટ છે ચીલી પનીરની રેસીપી, ઝડપથી જાણી લો તેને બનાવવાની સરળ રીત
May 18, 2025 03:27 PMગામડું બોલે છે : રાજકોટ જિલ્લાના વેરાવળ ગામમાં મોડી રાત સુધી ચાલે છે ગ્રામ પંચાયત
May 18, 2025 02:51 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech