જામનગર નજીક ઠેબા બાયપાસ ચોકડી પાસે મોડી સાંજે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. એસટી બસ, ટ્રક અને ટુ-વ્હીલર વચ્ચેના ત્રીપલ અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક યુવાનનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજયું છે. પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ છે, અને વધુ તપાસ ચલાવી રહી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ઠેબા બાયપાસ ચોકડી પાસે સોમવારે સાંજે જી.જે.૧૮ ઝેડ.ટી. ૦૫૩૪ નંબરની દ્વારકા રૂટની એક્સપ્રેસ એસટી બસ તેમજ એક ટ્રક અને એક બાઈક વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ટુ-વ્હીલર ના ચાલક અશોક ચાવડા નામના યુવાનને ગંભીર ઇજા થઈ હતી, અને ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું.
આ અકસ્માતના બનાવ બાદ થોડી વાર માટે ટ્રાફિક જામ થયો હતો. પંચકોષી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને થોડી ક્ષણોમાં જ વાહન વ્યવહારને પૂર્વવત બનાવી દીધો હતો.
બાઈક ચાલક યુવાન એસ.ટી. બસના આગના વ્હીલની નીચે ઘૂસી ગયો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે બનાવ બાબતે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech