સ્વચ્છ ભારત મિશન ભારત અંતર્ગત રાજયની મહાનગરપાલિકાઓમાં તારીખ ૨૬ જાન્યુઆરીથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે આ સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ અન્વયે ૧૦ જેટલા નવા માપદંડો હેઠળ મૂલ્યાંકન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે તમામ મ્યુનિસિપલ કમિશનર સાથે રાયના શહેરી વિકાસ વિભાગ દ્રારા વીડિયો કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૨૬ જાન્યુઆરીથી શ થતા સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉચ્ચ ક્રમાંક મેળવનાર મહાનગરપાલિકાને વિશેષ પ્રોત્સાહન મળી રહેશે.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪માં ૧૦ મુખ્ય માપદંડો અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવનાર છે. નવા માપદંડોમાં સર્વેક્ષણમાં અગ્ર ક્રમાંક મેળવવા માટે રાજકોટ જામનગર ભાવનગર અમદાવાદ વડોદરા સુરત અને ગાંધીનગર મહાનગરપાલિકામાં સ્વચ્છતાના મૂલ્યાંકન માટે ૧૦ માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે વર્ષ ૨૦૨૩માં સર્વેક્ષણ માટેની ટૂલકીટ કુલ ૭૦૦૦ ગુણ હતા જેની સામે વર્ષ ૨૦૨૪માં સ્વચ્છતા સર્વેક્ષણ માટે ૧૨,૫૦૦ ગુણ નક્કી કરવામાં આવ્યા છે
સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ માં ૧૦ મુખ્ય માપદંડો અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવશે. તા.૨૬ જાન્યુઆરીથી ગુજરાત સરકાર દ્રારા રાયભરમાં સ્વચ્છતા કેમ્પેન હાથ ધરાશે. જેમાં મહાનગરપાલિકા દ્રારા પણ દૈનિક ધોરણે થીમ આધારિત સ્વચ્છતા અભિયાનમાં શહેરની જુદી જુદી કેટેગરીમાં આવતા તમામ વિસ્તારોમા સઘન સફાઈ અભિયાન હાથ ધરાય તે મુજબ આયોજન કરવા સૂચના અપાઇ છે. શહેરની સ્વચ્છતા, કચરાનું વર્ગીકરણ તથા એકત્રીકરણ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ડ્રેનેજના પાણીનો પુન: વપરાશ, શહેરમાં સ્વચ્છતા માટેની માળખાકીય સુવિધાઓ, સફાઈ કામદારના કલ્યાણ માટેની કામગીરી તેમજ નાગરિકોના પ્રતિસાદ ઉમેરવામાં આવ્યા છે.
જેમાં વિઝિબલ કિલનલીનેસનાં ૧૫૦૦ ગુણ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે વેસ્ટ પ્રોસેસિંગનાં ૧૫૦૦ ગુણ અને ડ્રેનેજના પાણીના પુન: વપરાશના ૧૦૦૦ ગુણ રખાયા છે. નવી માર્ગદર્શિકા અનુસાર મનપામાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરવા માટે મ્યુનિ. કમિશનરની અધ્યક્ષતામાં તમામ સંલ શાખાધિકારીઓની બેઠક યોજી ઉચ્ચ ક્રમાંક પ્રા થાય તે માટે સૂચના અપાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરિમલ નથવાણી, ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય
May 21, 2025 04:18 PMમાવઠાની આગાહી વચ્ચે અર્ધા ગોહિલવાડમાં ભારે પવન સાથે ઝાપટાથી એક ઈંચ વરસાદ
May 21, 2025 04:01 PMહાથ ઉછીના આપેલા ૪૦ હજારની ઉઘરાણી કરતા પિતા-પુત્ર પર હુમલો કરનાર પાંચ પૈકી બે ઝડપાયા
May 21, 2025 03:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech