રાજકોટ મહાનગરપાલિકાના TPO મનસુખ સાગઠિયા સામે ACB માં અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાયો. મનસુખ સાગઠીયા પાસેથી 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલ્કત મળી આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મનસુખ સાગઠિયાની આવક કરતા 410 ટકા વધારે સંપતિ તેમની પાસેથી મળી આવી છે. સાગઠિયાની ગેસ એજન્સી, પેટ્રોલપંપ અને અમદાવાદમાં બંગલો પણ મળી આવ્યો છે. ACBએ સાગઠિયાની સાથે સંકળાયેલા ત્રણ સ્થળો અને તેના વતનમાં પણ તપાસ હાથ ધરી છે.
છ દિવસના રિમાન્ડ પર છે સાગઠિયા
મહત્વનું છે કે ગઈકાલે જ મનસુખ સાગઠિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. મનસુખ સાગઠીયા દ્વારા ખોટી મિનિટ્સ બુક બનાવવા બાબતે ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
25 મેના રોજ સર્જાઈ હતી દુર્ઘટના
સમગ્ર મામલાની વાત કરીએ તો 25 મે 2024ના રોજ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગની દુર્ઘટના ઘટી હતી. જેમાં 27 લોકોના મોત નિપજ્યા હતા. ગેમઝોનમાં મૃતક પ્રકાશ જૈન 60 ટકાનો ભાગીદાર હતો. જ્યારે યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ 15-15 ટકાના ભાગીદાર હતા. યુવરાજસિંહ સોલંકીને 1 લાખનો પગાર પણ મળતો. જ્યારે જગ્યાના માલિક કિરીટસિંહ જાડેજા અને અશોકસિંહ જાડેજા 10-10 ટકાના ભાગમાં હોવાનું સામે આવ્યું હતું.
આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની હતી. પોલીસે આ મામલે આઈ.પી.સી કલમ 304, 308, 337, 338, 114 મુજબ કુલ 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech