શહેરમાં ગત મહિને ઇન્દિરા સર્કલ પાસે સીટી બસે ચાર લોકોને કચડી નાખી નાખ્યાના બનાવમાં ચાલક શિશુપાલ રાણા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ચાલકનું લાયસન્સ પણ એક્સ્પાયર થઇ ગયાનું સામે આવતા કોન્ટ્રાકટ એજન્સીની જવાબદારી નક્કી કરવા પોલીસે કરેલી તપાસના અંતે વિશ્વમ એજન્સીના સુપરવાઇઝર નિલેશ ચાવડાને તમામ કાગળોની ખરાઈ કરવાની જવાબદારી હોવા છતાં તેણે બેદરકારી દાખવ્યાનું સામે આવતા પોલીસે નિલેશ ચાવડાને સહ આરોપી બનાવી કોર્ટમાં હાજર રહેવાની નોટીસ ફટકારી છે.
નિલેશ ચાવડાને કોર્ટમાં હાજર રહેવાની નોટિસ ફટકારી
ઇન્દિરા સર્કલ નજીક બનેલા ગોઝારા અકસ્માતની ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે વિશ્વમ એજન્સીના સુપરવાઈઝરને સહઆરોપી બનાવ્યો છે. નિલેશ ચાવડા નામના આ સુપરવાઈઝરની જવાબદારી બસ ચેકિંગ તથા ડ્રાઇવરના લાયસન્સના ચેકિંગની હતી. નિલેશ ચાવડાએ ડ્રાઇવરનું લાયસન્સ ચેક કર્યા વગર જ તેને બસ ચલાવવા આપી જીવલેણ બેદરકારી દાખવી હતી. પોલીસે નિલેશ ચાવડાને કોર્ટમાં હાજર રહેવાની નોટીસ ફટકારી છે.
આ ઘટનામાં ડ્રાઇવર શિશુપાલસિંહ રાણાએ એક જ રટણ કર્યું
આ ઘટનામાં ડ્રાઇવર શિશુપાલસિંહ રાણાએ એક જ રટણ કર્યું હતું કે, સ્ટિયરિંગ લોક થઇ ગયું હતું અને બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો હતો. બસ ડ્રાઈવરનું લાઇસન્સ ફેબ્રુઆરી મહિનામાં જ એક્સપાયર થઇ ગયુ હતું. જેથી પોલીસે એજન્સીના સુપરવાઈઝર નિલેશ ચાવડાની ગુનાહિત બેદરકારી હોવાનું સામે આવતા સાપરાધ મનુષ્યવધના આ કેસમાં તેને સહ આરોપી બનાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech