શહેરના કોઠારીયા રોડ પર રહેતા કોન્ટ્રાકટર યુવાને વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. જે અંગે ૧૦ શખસો સામે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.જેમાં પાંચ આરોપીઓને પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતા બાંધકામ કોન્ટ્રાકટર અલ્પેશભાઈ કાનજીભાઈ સાકરીયા (ઉ.વ ૩૪) નામના યુવાને ગત તા.૨૮ ના રાત્રીના રેસકોર્સ નજીક શૌચાલય પાસે ઝેરી પાવડર પી આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક છેલ્લા કેટલાક દિવસોથી આર્થિક સંકળામણમાં હતા અને વ્યાજખોરીની ચુંગાલમાં ફસાઈ ગયા હતા. ધંધા માટે વિવિધ લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હોય જે રકમ મૂડી કરતાં પણ વધારે ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા. જેનાથી કંટાળી તેમણે આ પગલું કરી લીધું હતું. તે પૂર્વે વોટસએપ ગ્રુપમાં એક વિડીયો મૂકયો હતો જેમાં કહ્યું હતું કે, મારી બધી બહેનોને જય માતાજી આ મારો છેલ્લો મારો વિડિયો છે સુખી રહેજો. આ સાથે તેમણે સ્યુસાઇડ નોટ પણ લખી હોય જેના આધારે પોલીસે ૧૦ વ્યાજખોરો વિદ્ધ ગુનો નોંધ્યો છે.
દરમિયાન પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વસાવાની રાહબરી હેઠળ પી.એસ.આઇ.એમ.બેલીમ તથા ટીમે પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં વિપુલ ભગવાનભાઈ રાઠોડ (ઉ.વ ૪૦ રહે. રામ રણુજા સોસાયટી, કોઠારીયા રોડ), તાહીર કાસમભાઈ માકડા (ઉ.વ ૪૪ રહે. બેડીપરા, સીતારામ રોડ), પ્રવીણ ખીમજીભાઇ પરમાર (ઉ.વ ૬૭ રહે. અશોક સોસાયટી, રૈયા રોડ), જીેશ ધીભાઈ જીલકા (૩૯ રહે. દિપક સોસાયટી, ગાંધીગ્રામ) અને પંકજ મોહનભાઈ ધોકિયા(ઉ.વ ૩૫ રહે. આસ્થા સોસાયટી ગોંડલ રોડ)નો સમાવેશ થાય છે. યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech