જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મચ્છુબેરાજા ગામ માં આવેલ બિનપીયત ખેતીની જમીન જેના રેવન્યુ સર્વે નંબર ૬૩/એ છે, જે ધાર નામે ઓળખાય છે, તે વાદી દિનેશ મકનભાઈ રાઠોડ(દલવાડી) એ પોતાને રૂપીયાની જરૂરીયાત હોય રુપીયા ૧,૫૦,૦૦૦ લાલપુર ના રહેવાશી પાલાભાઈ ગોજીયા પાસે થી હાથઉછીના (વ્યાજે) લીધેલ હતા અને ખેતીની જમીન ઉપર નાણાંની જરૂરીયાતે પ્રાઈવેટ ગીરો મુકવાની કાયદેસરતા નહી હોવા થી ઉધાર લીધેલ નાણાં ની એન્ટ્રી સરકારી રેકર્ડમાં પડી શકાતી નથી આ મજબુરી એ વાદીએ પ્રતિવાદીએ ખેતીની જમીન નો પાકો રજીસ્ટર્ડ વેંચાણ દસ્તાવેજ કરી આપેલ, અને તે વેચાણ દસ્તાવેજ નો કયારેય અમલ કરવામાં આવતો નથી અને તેની ખાત્રી બદલ વેચાણ દસ્તાવેજમાં ઉલ્લેખ જમીન નો કબજો વેચનાર પાસે રહે છે. વેચનાર જેતે ખેતીની જમીનમાં પોતાનો પાક ઉગાડે છે., લણે છે અને વહેચાણ કરે છે .અને કબજો ભોગવટો ભોગવે છે.
આવી રીત રીવાજ ટ્રેડીશન મુજબ હલાના વાદીએ પ્રતિવાદી પાસે પોતે મેળવેલ ઉઘાર ધીરાણ માટે પોતાની ખેતીની જમીનના પાકો વેચાણ દસ્તાવેજ પ્રતિવાદી ને કરી આપેલ, પરંતુ જમીનનો કબજો, ભોગવટો, ઉપભોગ, ઉપયોગ પોતાની પાસે રાખેલ છે, અને સદરહુ વેચાણ દસ્તાવેજ વાળી જગ્યા નો વેચાણ દસ્તાવેજ કરી આપ્યા હોવ છંતા જમીન નો કબજો વાદી પાસે છે, તેમા વાદી પોતે બારે માસનો સીઝની પાકો વાવે છે, લણે છે, અને આજ ની તારીખે ચાલુ છે, જેથી વાદીએ ફકત પોતાને પૈસાની જરૂરીયાત હોચ પ્રતિવાદી પાસે ગીરો પેટે પોતાની માલીકી ની જગ્યા નો પાકો વેચાણ દસ્તાવેજ કરી આપેલ હતો.
હકીકતમાં દાવાવાળી જગ્યાનો કબજો ભોગવટો-ઉપયોગ-ઉપભોગ વાદી પોતે કરી રહયા છે, અને જગ્યા ઉપર આપેલ તમામ ધીરાણ પ્રતિવાદીને આપી દીધેલ હોવા છતા, પ્રતિવાદી દસ્તાવેજ કેન્સલ કરી આપતા નથી, જેથી વેચાણ દસ્તાવેજ રદ અને બીનઅમલી છે તેવા મતલબ નો દાવો લાલપુર ના એડી. સીનીયર સિવિલ જજ સમક્ષ જ્ઞાપન તથા મનાઈ હુકમ મળવાવા માટેનો દાવો દાખલ કરેલ હતો.
જે દાવામાં બન્ને પક્ષો તરફથી પુરાવાઓ (સાક્ષીઓ) રજુ કરવામાં આવેલ તથા તપાસવામાં આવેલ હતા જેમાં પ્રતિવાદીના વકિલ નીતલ એમ. ધ્રુવ મારફત ધારદાર દલીલો તથા અલગ-અલગ હાઈકોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈ લાલપુર ના એડી. સીનીયર સિવિલ જજ ધ્વારા વાદી ધ્વારા કરવામાં આવેલ જ્ઞાપન તથા કામચી મનાઈ હુકમ મળવાની માંગણી સાથે ખેતીની જમીનનું રજીસ્ટર્ડ વેંચાણ દસ્તાવેજ રદ કરાવવા માટે નો દાવો નામંજુર કરેલ છે.
આ દાવામાં પ્રતિવાદી ગુજ. પાલાભાઈ વરવાભાઈ ગોજીયા ના વારસદારો, કુંવરબેન પાલાભાઈ ગોજીયા વિગેરે તરફે ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ , અશોકભાઈ બી. કાંબરીયા., ડેનીશા એન. ધ્રુવ , પુજા એમ. ધ્રુવ , આશિષ પી. ફટાણીયા ,. ધ્વનિશ એમ. જોશી , અલ્ફાઝ એ. મુન્દ્રા , અવિન એ. સોનગરા , પ્રિતેશ કે. ભટ્ટ રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech