રાજકોટના પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ સામે સહારાની જમીનમાં હેતુફેર ક૨વા માટે ભલામણ કરવા ભ્રષ્ટાચાર આચર્યો હોવાના મીડિયા અને અખબારી નિવેદનો દ્વારા આક્ષેપો કરનાર કોંગ્રેસના (૧) ગાંધીનગર વિધાનસભા વિરોધ પક્ષના કાર્યાલયના અંગત મદદનીશ (૨) સુખરામભાઈ રાઠવા, (૩) શૈલેષભાઈ ૫૨મા૨, (૪) સી.જે.ચાવડા સામેના બદનક્ષી કેસમાં અદાલતમાં પ્લી નોંધવા હાજર ન રહેતા કોર્ટે આરોપીઓની સામે વોરંટ કાઢવાનો હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, અલગ અલગ અખબારી અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાંથી આરોપી વિરોધપક્ષના નેતા કોંગ્રેસના આગેવાન સુખરામભાઈ રાઠવા, વિધાનસભામાં કોગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક સી.જે.ચાવડા તેમજ વિરોધપક્ષના નેતાના અંગત મદદનીશ દ્વારા પ્રેસનોટ પ્રસારીત કરી સહારા કપંનીની જમીનમાં ઝોન ફેર કરીને રૂપીયા ૫૦૦ કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યા હોવાના આક્ષેપો ફરીયાદી નીતીનભાઈ વિરૂધ્ધ કરેલ હતા. જેના અનુસંધાને ફરીયાદી નીતીનભાઈએ ઉપરોકત તમામ વ્યકિતઓને લીગલ નોટીસ મોકલી ખોટા આક્ષેપો કરવા બદલ અને જુઠાણું ફેલાવવા બદલ માફી માંગવા જણાવેલ હતું. જે લીગલ નોટીસનો કોઈ જવાબ ન આવતા ચારેય કોંગ્રેસના આગેવાનો વિરૂધ્ધ ફરીયાદી નીતીનભાઈએ રાજકોટની કોર્ટમાં બદનક્ષી અંગેની ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી.
ફરિયાદી નીતીનભાઈએ એડવોકેટ અંશ ભારદ્વાજ મારફત પોતાની કોર્ટ રૂબરૂની ઉપરોકત હકિકતોવાળી ફરીયાદ દાખલ કરતા નીચેની કોર્ટે ફરીયાદી નીતીનભાઈ અને બે સાહેદોને તપાસેલ હતા. તમામ કાર્યવાહીના અંતમાં નીચેની કોર્ટે ફરીયાદ પરત કરેલ હતી. જે હુકમ વિરૂધ્ધ ફરીયાદી દ્વારા સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરેલ હતી, જે રિવિઝન અરજીમાં સેશન્સ કોર્ટે નીચેની કોર્ટનો હુકમ સેટે-સાઈડ કરી ફોજદારી ઈન્કવાયરી કાયદા મુજબ ચલાવવાનો યોગ્ય હુકમ કરેલ હતો. હાલની ફરીયાદ દાખલ થયા બાદ કોર્ટે તમામ આરોપીઓ વિરૂધ્ધ પ્રોસેસ ઈસ્યુ કરી તેઓને કોર્ટમાં હાજર થવા હુકમ ફરમાવેલ હતો. પરંતુ જે બાદ ઘણી મુદ્દતો વીતી જતા હાલના આરોપીઓ કોર્ટમાં હાજર થયેલ ન હતા. ઘણી મુદ્દતો વિત્યા બાદ ફરીયાદપક્ષ દ્વારા તમામ આરોપીઓ વિરૂધ્ધ વોરંટ ઈસ્યુ કરવાની અરજી આપતા કોર્ટે ફરીયાદપક્ષની અરજી મંજુર કરી તમામ આરોપીઓ સામે વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ કરેલ છે. અત્રે યાદ રહે ઉપરોક્ત ચાર આરોપીઓ પૈકી સી.જે. ચાવડા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા બાદ ધારાસભ્ય તરીકે ચુંટાઈ ગયા છે.
આ કામમાં ફરીયાદી નીતીનભાઈ ભારદ્વાજ તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સના એડવોકેટ અંશ ભારદ્વાજ, ધી૨જ પીપળીયા, ગૌતમ ૫૨મા૨, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયશ શુકલ, કૃણાલ દવે, ચેતન પુરોહીત વિગેરે રોકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech