જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ વાહનચાલકોની બેદરકારી સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૧થી સીસીટીવી કેમેરા દ્વારા પકડાયેલા ટ્રાફિક નિયમોના ભંગ બદલ ૩૬૨૭ વાહનચાલકોને અદાલતની નોટિસ ફટકારવામાં આવી છે.
જામનગર શહેરમાં વાહનચાલકો દ્વારા અવારનવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરવામાં આવતો હોય છે. ખાસ કરીને ચાલુ વાહનમાં મોબાઇલ ફોન પર વાત કરવી, ત્રણ સવારી બેસાડવી અને વન-વેમાં વાહન ચલાવવા જેવા ગુનાઓ વધુ પ્રમાણમાં બનતા હોય છે. આવા ગુનાઓને રોકવા માટે જામનગર શહેર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવે છે.
વર્ષ ૨૦૨૧થી સીસીટીવી કેમેરા દ્વારા પકડાયેલા ટ્રાફિક નિયમોના ભંગ બદલ ૩૬૨૭ વાહનચાલકોને કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે. આ વાહનચાલકોએ નિયત સમયમાં દંડ ભરવામાં બેદરકારી દાખવતા કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે.
જામનગર શહેરમાં ૩૫૫ સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા ઈ-મેમો ફટકારવામાં આવે છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા શહેરના માર્ગો પર ત્રણ સવારી, ચાલુ વાહનમાં મોબાઇલ ફોન પર વાત કરવી, રોંગ સાઇડમાં વાહન ચલાવવું, શીટ બેલ્ટ ન બાંધવા જેવા ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો દ્વારા દંડ ફટકારવામાં આવે છે. પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, વાહનચાલકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ અને ઈ-મેમો મળતાં જ દંડ ભરપાઈ કરી દેવો જોઈએ. નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech