રાજકોટના રેલનગર મકાનમાંથી ૩.૧૨ લાખની ચોરી થઇ હતી.જે અંગે પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી હાલ રાજકોટમાં રહેતા મૂળ ગોંડલના દંપતીને ઝડપી લીધું હતું.પોલીસે તેની પાસેથી .૩.૩૨ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો. બીમાર પુત્રની સારવાર માટે ચોરી કરી હોવાનું દંપતીએ રટણ કયુ હતું.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટના રેલનગર વિસ્તારમાં સંતોષીનગર રેલ્વે ટ્રેક સામે શેરી નં.૬ માં રહેતા ૩૮ વર્ષીય હર્ષાબેન શૈલેષભાઈ પરેશાએ પ્ર.નગર પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત તા.૧ ફેબ્રુઆરીના બપોરે ૧૨ થી ૨ વાગ્યા દરમિયાન તેઓ મકાન બધં કરી નજીકમાં સબંધીને ત્યાં જમણવાર પ્રસંગમાં ગયાં ત્યારે અજાણ્યો શખસ ત્યાં આવ્યો હતો અને ઘરનું તાળું કોઈ ચાવી વડે ખોલી ઘરમાં પ્રવેશ કર્યેા હતો અને કબાટની તિજોરીમાં રાખેલા સાડા ચાર તોલાનો ૧.૨૬ લાખની કિંમતનો સોનાનો ચેઈન, ૩ તોલાની ૮૪ હજારની કિંમતની સોનાની લકી, સોનાનો પેન્ડલ અને ૩ બુટી મળી . ૩.૧૨ લાખની મતાની ચોરી કરી નાસી છૂટો હતો.
ચોરીના આ બનાવને લઇ પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ પી.આર.ડોબરીયાની રાહબરીમાં પીએસઆઇ આઈ.એ.બેલીમ અને ટીમે તપાસ શ કરી હતી.દરમિયાન એએસઆઈ ડી.વી.ખાંભલા, કોન્સ્ટેબલ રીયાઝ ભીપૌત્રા, વનરાજ બોરીચા અને તોફીક મંધરાએ સીસીટીવી ફુટેજના આધારે એક શંકાસ્પદ પુષ તથા મહીલા બાઈક ઉપર બેસી શંકાસ્પદ હાલતમા બનાવ સ્થળે આવતા જોવામા આવતા ફુટેજ આધારે મહીલાને શોધી તેનું નામ પૂછતાં શીતલબેન મિલન જોટંગીયા (ઉ.વ.૨૫),(રહે. લાલબહાદુર શાક્રી આવાસના કવા. સી.કયુ. ત્રીજો માળ બ્લોક ન.ં ૩૪, મુળ ભોજરાજપરા મામાદેવ મંદિર પાછળ મફતીયુ,કુંભારવાડો, ગોંડલ) જણાવ્યું હતું.
ચોરી અંગે પુછપરછ તેને પોતાના પતિ મીલન સાથે મળીને ચોરી કરેલી હોવાનુ જણાવતા તેના પતિ મિલન ધીરદ્રં જોટંગીયા (ઉ.વ.૨૫) ની પણ ધરપકડ કરી ચોરીમાં ગયેલ સોનાના દાગીના અને બાઈક મળી કુલ .૩.૩૨ લાખનો મુદામાલ કબ્જે કરી સઘન પૂછતાછ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપી દંપતી મૂળ ગોંડલના વતની છે અને થોડા સમય પહેલાં બંને પ્રેમ લ કરી રાજકોટમાં રહેવાં આવ્યા હતાં. દરમિયાન ફરિયાદી અને આરોપી મહિલા દૂરના સગા થતાં હોય જેથી તેમની ઘરે અવરજવર રહેતી હતી. જેથી ગઈ તા.૧ ના ફરિયાદીના મકાનની રેકી કરી ચોરીને અંજામ આપ્યો હતો. ત્રણ માસનું સંતાન બીમાર રહેતાં તેની સારવાર માટે ચોરી કર્યાનું દંપતીએ રટણ કયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશર્મિલા ટાગોર પુત્રી સાથે કાન્સમાં પહોંચી, સાદગીથી ફેન્સના દિલ જીત્યા
May 20, 2025 12:48 PMજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech