રામનાથપરામાં રાત્રીના દંપતી પર ભત્રીજા,ભાઇ–ભાભી અને ભત્રીજાના મિત્રો સહિતનાએ મળી ધોકા અને તલવાર,છરી વડે હત્પમલો કર્યેા હતો.જેમાં આધેડના હાથ–પગ ભાંગી નાંખ્યા હતાં.જયારે તેમના પત્નીને છરી વડે ઇજા કરી હતી.ભત્રીજો ઘરમાં દાની મહેફિલ માણતો હોય આ બાબતે ઠપકો આપતા તેનો ખાર રાખી આ હત્પમલો કર્યેા હતો.આ અંગે નવ શખસો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
રામાનાથપરા મેઇન રોડ પર નવયુગપરા શેરી નં.૧ માં રહેતા ગુલામકાદરખાન મજીદખાન યુસુફી (ઉ.વ. ૪૮) દ્રારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના ભાઇ નજીરખાન,ભત્રીજા નોહીનખાન, બીલાલખાન, ભાભી નુરજહાં નજીરખાન, ભત્રીજી અફસાના અને રોશન નોહીનખાન યુસુફી તથા નોહીનના ત્રણ અજાણ્યા મિત્રોના નામ આપ્યા છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કલરકામનું મજૂરી કામ કરે છે અને સમાજના લોકોને હજયાત્રામાં જવું હોય તો ટુરનું આયોજન કરે છે. ગત તા. ૨૩૨ ના રાત્રિના ૧૧:૪૫ વાગ્યા આસપાસ ફરિયાદી તથા તેમના પત્ની રેશમાબેન બંને રામનાથપરા હત્પસેની ચોક શેરી નંબર છ ખાન સાહેબના મંઝિલ કે જે તેમનું મૂળ મકાન હોય અહીં સુવા માટે એકટીવા લઈ ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં રામનાથપરા પોલીસ લાઈન પાસે હોથી સર્વિસ સ્ટેશન સામેના રોડ પર પહોંચતા ભત્રીજા નોહિન, બિલાલ તથા મોટાભાઈ નજીરખાન તેમજ નોહીનના ત્રણ અજાણ્યા મિત્રો નોહીનની પત્ની રોશન નોહીનની બહેન નૂરજહાં,અફસાના અહીં હાજર હોય દરમિયાન નોહીને એકટીવા રોકી ધોકા વડે એકટીવામાં પર તથા ફરિયાદીને ઘા મારવા લાગ્યો હતો તેમજ ફરિયાદીના પત્ની રેશ્માબેનને પણ આ શખસો મારમારવા લાગ્યા હતા. બિલાલે તલવારની બુઠ્ઠી બાજુથી માર માર્યેા હતો તેમજ તેણે નેફામાંથી છરી કાઢી પગના ભાગે મારી દીધી હતી.ફરિયાદી ઘર બાજુ ભાગવા જતા નોહીનનો મિત્ર પાછળ દોડો હતો અને બુઠી તલવારના ઘા માર્યા હતા. દરમિયાન ફરિયાદી જે.કે. ટાયર સામેના રોડ પર બેસી જતા ત્યારે તેની પત્ની પણ અહીં આવી હતી. થોડીવારમાં ફરિયાદીનો દીકરો સોહીલખાન રીક્ષા લઈને આવ્યો હતો. બાદમાં ૧૦૮ ને જાણ કરતા પતિ–પત્ની બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યાં ફરિયાદીને જમણા પગમાં તથા ડાબા હાથમાં ફ્રેકચર થયાનું નિદાન થયું હતું તેમજ તેમના પત્નીને ગોઠણના ભાગે બિલાલે છરી છરકો કર્યેા હતો.
ફરિયાદએ જણાવ્યું હતું કે, આ બનાવવાનું કારણ એવું છે કે મારા મોટાભાઈ નજીરભાઈ તથા તેનો પરિવાર એટલે કે તેનો દીકરો મોહીન બિલાલ તથા તેની દીકરી નૂરજહાં, અફસાના નોહીનની પત્ની રોશન બધા એકસપં કરી નોહીને દા પીવાની ટેવ હોય જેથી મેં તેને અમે યાં સુવા આવીએ છીએ. તે ડેલામાં આવા ખરાબ કામ ન કરવાનું કહેતા તેનો ખાર રાખી આ બધાએ મળી તલવાર ધોકા–છરી દેવા હથિયાર વડે હત્પમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બનાવ અંગે વધુ તપાસ પી.એસ.આઇ.ડી.વાય મહતં ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ ઉપર કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસની માંગ
April 18, 2025 12:46 PM'પહેલા પોતાનું સંભાળો...', પશ્ચિમ બંગાળ હિંસા પર સલાહ આપી રહેલા બાંગ્લાદેશને ભારતની ફટકાર
April 18, 2025 12:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech