પોરબંદર જિલ્લામાં કુપોષિત બાળકોને સહકારી સંસ્થાઓએ લીધા દત્તક

  • June 06, 2025 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જિલ્લામાં સહકારી સંસ્થાઓ દ્વારા આંગણવાડીના કુપોષિત બાળકોને દત્તક લઈને તેમને ફળ,દુધ અને પોષણયુક્ત આહાર આપવામાં આવી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-યુ.એન. દ્વારા  ૨૦૨૫ ને જાહેર કરવામાં આવ્યુ છે.આ વર્ષ દરમ્યાન  પોરબંદર જિલ્લાની કેટલીક સહકારી સંસ્થાઓ દ્વારા આંગણવાડીના કુપોષિત બાળકોનો વિકાસ થાય તે માટે યોગદાન આપીને બાળકોનો સર્વાગી વિકાસમાં થાય તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે.જેમાં પોરબંદરની શ્રી ભોમિયાવદર સેવા સહકારી મંડળી લી.ભોમિયાવદર, શ્રી પોરબંદર વિભાગીય નાગરિક સહકારી બેંક લી,પોરબંદર દ્વારા અતિ કુપોષિત બાળકોને દતક લઈને તેઓને ફળો, દુધ અનેક પોષણયુકત આહાર આપવામાં આવે છે અને માત્ર દતક બાળકો પુરતુ સીમિત ન રાખતા તમામ બાળકોને આહાર આપી બાળકો સશક્ત બને અને દેશના વિકાસમાં સહભાગી બને તે દિશામાં કાર્ય કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે,આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ૨૦૨૫ જાહેર થતાં પોરબંદર જિલ્લા રજીસ્ટ્રાર કચેરીની સમાજના વિકાસમાં સહકાર આપવાની હાકલને સહકારી સંસ્થાઓ ઉજાગર કરી છે.અને પોરબંદર શહેર વિસ્તારની ૯ થી ૧૦ આંગણવાડીઓમાં બાળકોને પોષક આહાર માટે આ બન્ને સહકારી સંસ્થાઓ અન્નદાન કરીને  સમાજને પાછું આપો, ગીવ બેક ટુ સોસાયટીનાં સ્વામી વિવેકાનંદજીનાં વિચારને સાર્થક કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application