રાજકોટ મહાનગરપાલિકાના બીઆરટીએસ રૂટ ઉપર દોડતી તમામ બસો એ.સી. છે પરંતુ બીઆરટીએસ રૂટ ઉપર બસ આવવાની રાહ જોઇ રહેલ તમામ મુસાફરોને હાલની હિટવેવની સ્થિતિમાં ગરમીથી રક્ષણ મળી રહે તેવા ઉમદા આશયથી સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ તમામ ૧૯ બીઆરટીએસ બસ સ્ટોપ્સ ખાતે બે-બબ્બે મળીને કુલ ૩૮ કુલરની વ્યવસ્થા તાત્કાલિક કરાવી ફરી એક વખત તેમની નાગરિકો પ્રત્યેની સંવેદનશિલતા સાથે ત્વરિત નિર્ણયશક્તિનો પરિચય કરાવ્યો હતો. બીઆરટીએસ રૂટ ઉપર દરરોજ મુસાફરી કરતા ૨૧ હજાર મુસાફરોને કાળઝાળ ગરમીથી રક્ષણ મળે તે માટે જયમીનભાઇ ઠાકર દ્વારા સંવેદનશિલ નિર્ણય લઇ તેની તતત્કાલિક અમલવારી કરાઇ હતી.
રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરી બસ સર્વિસ તથા બીઆરટીએસ બસ સર્વિસનુ સંચાલન કરીને રાજકોટ શહેરના લાખો નાગરિકોને જાહેર પરિવહનની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. રાજકોટ શહેરી વિસ્તારમાં સીટી બસ સેવા સાથે કનેક્ટીવીટીની સુવિધા પુરી પાડવા માટે બી.આર.ટી.એસ. બસ સેવા અંતર્ગત રાજકોટ શહેરમાં મુખ્ય માર્ગો સાથે કનેક્ટીવીટી માટે શહેરના ૧૫૦ રીંગ રોડ ઉપર બીઆરટીએસ (બસ રેપીડ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ) અંતર્ગત માધાપર ચોકડીથી શરૂ કરી ગોંડલ રોડ ચોકડી સુધી બીઆરટીએસ બસોને દોડવા માટે રોડની વચ્ચે ખાસ ટ્રેક બનાવેલ છે.
બીઆરટીએસ રૂટ ઉપર ચાલતી બસો મારફત મુસાફરી કરતા પ્રતિ દિવસ ૨૧,૦૦૦થી પણ વધુ નાગરિકો પરિવહન સેવાનો લાભ મેળવે છે, જેમાં વરિષ્ઠ નાગરીકો, વિદ્યાર્થીઓ, શ્રમિકો સહિતનો સમાવેશ થાય છે. આબાલવૃધ્ધો દ્વારા આ બહોળી સંખ્યામાં થતા ઉપયોગને અનુલક્ષીને કુલ ૨૮ ઇલેક્ટ્રીક બસો દ્વારા દૈનિક કુલ ૪૪૧ ટ્રીપ કરવામાં આવી રહી છે. ગોંડલ ચોકડીથી શરૂ થઇ માધાપર ચોકડી સુધીના આશરે ૧૧ કિલોમીટર લંબાઇ ધરાવતા બીઆરટીએસ ટ્રેક પર મુખ્ય ચોકથી નજીકમાં જુદા-જુદા કુલ ૧૯ પીક-અપ અને ડ્રોપ પોઇન્ટ તરીકે સ્ટોપેજ માટે તેમજ નાગરિકોને બેસવા માટે વેઇટીંગ એરીયા તથા ટીકેટીંગ વિન્ડો સાથે ૧૯ શેલ્ટર સેવામાં ઉપલબ્ધ છે.
આ ૧૯ બસ સ્ટોપ ઉપર મુકાયા ૩૮ કુલર
૧.ગોંડલ ચોક
૨.પુનિત નગર
૩.ગોવર્ધન ચોક
૪.આંબેડકર ચોક
૫.ઉમીયા ચોક
૬.મવડી ચોક
૭.મહાપુજા ધામ ચોક
૮.ઓમનગર
૯.નાના મવા ચોક
૧૦.વેસ્ટ ઝોન ઓફિસ ચોક
૧૧.કે.કે.વી. ચોક
૧૨.ઇન્દિરા સર્કલ
૧૩ રૈયા એક્સચેન્જ
૧૪.રૈયા ચોક
૧૫.નાણાવટી ચોક
૧૬.રામદેવપીર ચોક
૧૭.શિતલ પાર્ક
૧૮.અયોધ્યા ચોક
૧૯.માધાપર ચોક
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: નવાગામ ઘેડ વિસ્તારમાં તાલુકા હેલ્થ ઓફિસમાં આગ લાગી
April 16, 2025 01:05 PMપંજાબ બેંકમાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવવા માટે અરજદારો ઉમટી પડતાં ભારે દેકારો
April 16, 2025 12:54 PMઆ 5 લોકોએ ભૂલથી પણ ન કરવી જોઈએ નાળિયેર પાણી પીવાની ભૂલ
April 16, 2025 12:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech