બગસરા સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લ ા ઘણા દિવસોથી સંતો વચ્ચે વિવાદ હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે. જેને પગલે શનિવારે રાત્રે પોલીસ દ્રારા બંદોબસ્ત કરવાની ફરજ પડી હતી.
મળેલ માહિતી મુજબ બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે છેલ્લ ા ઘણા દિવસોથી નવા અને જૂના સંતો વચ્ચે અનેક બાબતોએ વિવાદ ચાલતો હોવાની વાત બહાર આવી હતી. જેને પગલે વારંવાર સંતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલ હોવાનું પણ હરિભકતો વચ્ચે ચર્ચાય રહ્યું છે. સંતો વચ્ચેનો વિવાદ વધતા બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે સાંજના સમયે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડો હતો. સાથે સાથે આ ઘટનાને પગલે અનેક હરિભકતોના ટોળેટોળા મંદિર પરિસરમાં આવી પહોંચ્યા હતા. પોલીસ દ્રારા આ વિવાદને શાંત પાડવા માટે તેમજ સંતો વચ્ચે ચાલી રહેલા ઝઘડાને પૂરો કરવા માટે પ્રયત્ન કર્યેા હતો. અત્રે ઉલ્લ ેખનીય છે કે છેલ્લ ા ઘણા સમયથી મંદિરના મુખ્ય સંતો બહાર હોવાથી નાના સંતો વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાથી આવા બનાવો બની રહ્યા છે. મંદિરમાં છેલ્લ ા ઘણા સમયથી બે અલગ અલગ સભાઓ પણ થઈ રહી હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું છે. જોકે સમગ્ર ઘટનાને પગલે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ નથી. ધાર્મિક આસ્થાના સ્થળોમાં આવી ઘટના બનતા ચર્ચાનો વિષય બનેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર ભાણવડ પોલીસનો દરોડો
May 19, 2025 11:47 AMસુન્ની મુસ્લિમ સમાજ દ્વારકા દ્વારા સર્વરોગ નિ:શુલ્ક નિદાન કેમ્પ
May 19, 2025 11:45 AMવીર શહીદોના સન્માનમાં દ્વારકા-ખંભાળીયામાં યોજાતી તિરંગા યાત્રા
May 19, 2025 11:43 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech