ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ 15-16 એપ્રિલના રાષ્ટ્રીય અધિવેશનમાં એકઠા થયા હતા. ત્યારબાદ આજે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા વિસાવદર અને કડીમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે.
શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા જણાવ્યું હતું કે અમારા કાર્યકરોના દિલમાં શું છે અને શું આગળ સંગઠનના નવસર્જન માટે વિસ્તૃત ચર્ચા કરાઈ છે. ગુજરાતમાં બે પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે તે અંગે પોલિટિકલ કમિટિ અફેર્સમાં તેના વિશે પણ ચર્ચા થઈ છે. ગઠબંધનનો કેટલો ધર્મ હોય છે. આમ આદમી પાર્ટીએ પોતાની રીતે પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે. રાષ્ટ્રીય સ્તરે અમારું ઈન્ડિયા ગઠબંધન છે અને રહેવાનું છે. રાજ્યોની પરિસ્થિતિમાં રાજ્યો પોતાની રીત પ્રમાણે નિર્ણય કરતા હોય છે. જેમ કે, હરિયાણામાં હું કોંગ્રેસનો પ્રભારી હતો. હું જાણુ છું કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર દિવાલ પર લખેલું હતું કે બની રહી હતી. આમ આદમી પાર્ટીનું સંગઠન ત્યાં ઝીરો હતું પરંતુ આમ આદમી પાર્ટીને હુડ્ડાને કેટલીક સીટો ઓફર કરવા છતાંય ઠોકર મારી એકલા હાથે ચૂંટણી લડી અને હરિયાણામાં પરિણામો ખરાબ આવ્યાં.
રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો કે, ઈન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાનું છે એટલા માટે હું જ્યાંનો પ્રદેશપ્રમુખ હોય તે જિલ્લામાં હોય તે જિલ્લો છોડવો મારા માટે મુશ્કેલ હોય. અમારી ઈમોશનલ ફિલિંગ હોવા છતાં ભરૂચ અને ભાવનગર અમે છોડ્યું હતું. રાજ્ય કક્ષાએ અમારે નિર્ણય લેવાનો છે ત્યારે આજની કમિટિમાં વિસ્તૃત ચર્ચાના અંતે ભૂતકાળના ઇતિહાસ પછી સર્વાનુમતે એક નિર્ણય લેવામાં આવ્યો કે ગુજરાતની જનતા ત્રીજી પાર્ટીને મત આપતી નથી. ભૂતકાળમાં કોઈ પાર્ટીને વધુ મત મળ્યા નથી. કોંગ્રેસ પાર્ટીને આમ આદમી પાર્ટીએ નુકસાન કર્યું છે પણ જનતાએ કોંગ્રેસને મત આપ્યાં છે. વિસાવદર અને કડીની પેટા ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ પ્રમુખ ગોહિલ વિપક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, શૈલેષ પરમાર સહિતના નેતાઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી. આગામી દિવસોમાં જિલ્લા પ્રમુખો માટે જે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે એને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થશે 15 એપ્રિલે અમદાવાદ આવેલા રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવનમાં યોજેલી પ્રથમ બેઠકમાં જ કોંગ્રેસના નિરીક્ષકોને જવાબદારી સોંપી દીધી છે. એક કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતનાં નિરીક્ષકોની ટીમ બનાવી હતી. જે 10 દિવસમાં કોંગ્રેસને જે તે જિલ્લા અંગેનો પ્રથમ રિપોર્ટ સબ્મિટ કરશે. ત્યાર બાદ 45 દિવસમાં એટલે કે 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવેપારીઓ આનંદો: જીએસટીની નવી માર્ગદર્શિકા મુજબ સાત દિવસમાં રજિસ્ટ્રેશન શકય બનશે
April 19, 2025 03:26 PMમુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનની આગામી ચાર ટ્રિપનું ઉત્તર પ્રદેશમાં માર્ગાંતર
April 19, 2025 03:14 PMછૂટાછેડા થયાના પણ ત્રણ વર્ષ બાદ કરવામાં આવેલી દહેજ ની ફરિયાદથી સુપ્રીમ પણ ચોંકી
April 19, 2025 03:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech