પિતા-પુત્ર પર હુમલો : ધમકી આપી હડધુત કયર્િ : મહિલા સહિત સાત સામે ફરીયાદ
લાલપુરના પડાણા વિસ્તારમાં ઘર અને દુકાન પાસે દારૂનો ધંધો કરવાની ના પાડવાના મુદે ઉશ્કેરાયેલા આરોપીઓએ પાઇપ, લાકડી જેવા હથીયારો સાથે ઘસી જઇ બબાલ કરી હતી, યુવાન અને તેના પુત્રને માર મારી ધમકી દઇ જ્ઞાતી પ્રત્યે અપમાનીત કયર્નિો મામલો મેઘપર પોલીસમાં પહોચ્યો હતો જયાં મહિલા સહિત સાત સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
લાલપુર તાલુકાના પડાણા ગામ તલાવડી વિસ્તારમાં રહેતી હંસાબેન વાલજીભાઇ ઢચા (ઉ.વ.25) એ ગઇકાલે મેઘપર પોલીસમાં પડાણા ગામમાં રહેતા આશાબેન ગઢવી, હદાભાઇ, નરેન્દ્રસિંહ ઉર્ફે નંદો, ઉમેદસિંહ ધીરુભા, વિજયસિંહ, વિજયસિંહનો મોટોભાઇ, હદાભાઇનો નાનો ભાઇ આ સાત વિરુઘ્ધ બીએનએસ કલમ 115(2), 189(2), 189(4), 190, 191(2)(3) વિગેરે તથા એટ્રોસીટીની કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
આરોપીઓ પૈકી આશાબેન, હદાભાઇ તથા ઉમેદસિંહ ફરીયાદીના ઘર તથા દુકાન પાસે દારૂનો ધંધો કરતા હોય જેથી ફરીયાદીના પતિએ બે દિવસ પહેલા પોતાના ઘર અને દુકાન પાસે દાનો ધંધો ન કરવાનું કહેતા આ બાબતનો ખાર રાખી તા. 15ના રોજ પડાણા, ખારી વિસ્તાર પાસે બે આરોપીઓએ ઝઘડો કરવા ફરીયાદીના ફળીયામાં પ્રવેશ કરીને માથાકુટ કરી હતી.
દરમ્યાન અન્ય બે આરોપીને ફોન કરીને બોલાવ્યા હતા અને પાઇપ, લાકડી વડે રહેણાંક મકને ઘસી આવી ફરીયાદીના પતિને આરોપીએ ગળુ પકડી તેમજ પાઇપ અને લાકડી વડે ત્યાં આવી ફરીયાદીના પતિને ઘેરી લઇ કાંઠલો પકડી ઝાપટો ઝીંકી દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ વેળાએ વચ્ચે પડેલા પુત્રને પણ માર માર્યો હતો અને આરોપીઓએ હુમલો કરી ધમકી આપી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી આરોપીઓએ ગુનો કર્યો હતો, આ ફરીયાદના આધારે મેઘપર પડાણાના પીએસઆઇ બી.બી. કોડીયાતર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech