જામનગર તાલુકાના સિક્કા મા ગોકુલપુરી વિસ્તારમાં ગઈકાલે પાણી ઉડાડવાના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને બે ભાઈઓ પર દંપતી સહિત ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવાઇ હતી,જે મામલે આજે વળતી ફરિયાદ થઈ છે, અને બંને ભાઈઓ વિરુદ્ધ પાડોશી દંપતી અને તેના બે સંતાનો પર હુમલો કરાયાની વળતી ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગર તાલુકાના સિક્કામાં ગોકુલપુરી વિસ્તારમાં રહેતા અનિરુદ્ધસિંહ નવલસિંહ પિંગળ નામના યુવાને પાણી ઉડાડવાના પ્રશ્ને તકરાર થયા પછી પાડોશમાં રહેતા કરસન વાઘેલા, અને રણમલ વાઘેલા સામે પોતાના ઉપર તેમજ પોતાના માતા-પિતા અને બહેન વગેરે ઉપર લાકડાના ધોકાવાડે હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાવી છે.જે મામલે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવે છે.
***
કાંટાની વાડ બાંધવા બાબતે ભાણવડ પંથકના યુવાન પર ત્રણ શખ્સો દ્વારા હુમલો: મારી નાખવાની ધમકી
ભાણવડ તાબેના નવાગામ ટીંબા વિસ્તારમાં રહેતા કરસનભાઈ નાથાભાઈ ગંઢ નામના ૩૭ વર્ષના ગઢવી યુવાન પોતાના માલઢોર બાંધવાના વાડા પાસે બાવળ કાપી અને વાડાની ફરતી કાંટાની વાડ બનાવી રહ્યા હતા, ત્યારે આ સ્થળે કાંધા ભાલા કોડીયાતર, નિલેશ કાંધાભાઈ અને રાજુ કાંધાભાઈ નામના ત્રણ શખ્સોએ અહીં આવીને કરસનભાઈને કહેલ કે "અહીં કાંટાની વાડ કરતો નહીં. આ જગ્યા અમારી છે." તેમ કહેતા કરસનભાઈએ કહ્યું હતું કે "હું મારી જગ્યામાં વાડ કરું છું. આ જગ્યા તમારી નથી." આમ કહેતા આરોપીઓએ ઉશ્કેરાઈને તેમને બિભત્સ ગાળો કાઢી, લાકડી વડે બેફામ માર મારીને ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ ભાણવડ પોલીસ મથકમાં નોંધાયો છે. જે અંગે પોલીસે ત્રણેય આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
***
જામનગરના લીમડાલાઇનમાં વર્લીબાઝ ઝબ્બે
જામનગરમાં લીમડા લાઈન વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરી રહેલા કાલાવડ નાકા બહાર ચમન સોસાયટીમાં રહેતા હુસેનમીયા ઈબ્રાહીમમિયા કાદરી નામના રીક્ષાચાલકની અટકાયત કરી લઈ તેની પાસેથી ૧,૦૯૦ ની રોકડ રકમ અને વરલી મટકાના જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech