સિહોર ખાતે પીજીવીસીયેલમાં ફરજ બજાવતા જુનીયર એન્જીનીયર સહીત સ્ટાફ વાડી કચેરીના હુકમ આધારે મોટાસુરકા ગામે વીજ ચેકીંગ કરવા ગયા હતા. ત્યારે પરિવારના સભ્યોએ જુનિયર એન્જીનીયર તથા તેઓની સાથેના કર્મચારીને વીજ ચેંકીગ કરવા મામલે માથાકૂટ કરી અને ફરજમાં રૂકાવટ કરી કાઠલો પકડી, ઢીંકા પાટુનો માર-મારી મુઢં ઈજા કરી હતી. તેમજ સાથી કર્મચારીને ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર સિહોર ગ્રામ્ય પીજીવીસીએલની ટીમને વડી કચેરી ખાતેથી મળેલા હુકમને લઇ મોટાસુરકા વાડી વિસ્તારમાં ચેકીંગમાં ગયા હતા. તે દરમિયાન ટીમ સાથે માથાકૂટ કરી ફરજમાં રૂકાવટ કરતા સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. સિહોર પીજીવીસીએલ કચેરીના પાર્થ કમલેશકુમાર મોદી (ઉ.વ.૩૦, ધંધો, PGVCL જુનીયર એન્જીનીયર, રહે.હાલ શિહોર રૂરલ પી.જી.વી.સી.એલ કર્વાટર, તા. શિહોર, મૂળ ગામ, પાટણ, રતનપોળ તા.જી .પાટણ)એ ફરીયાદ નોંધાવી હતી કે, વડી કચેરીના હુકમ આધારે મોટા સુરકા ગામે વીજ ચેકીંગમાં ટીમ સાથે ગયા હતા. આ વેળાએ મોટા સુરકા ગામે વીજ ચેકીંગ કરતા કરતા રામસંગભાઇ નાગજીભાઇ પરમારના ઘરે વીજ ચેંકીગ માટે મીટર ચેક કરતા હતા. જેઓના મીટર ચેક કરતા હતા. તે દરમિયાન રામસંગભાઇ પરમાર પાસે આવી અને કહેલ કે મારા ઘરે કોને પુછીને આવેલ છો ? અને મારુ મીટર શુ કામ ચેક કરો છો? જેથી તેઓને પી.જી.વી.સી એલ ની ઓળખાણ આપી હતી. તો તેઓ ઉગ્ર થઇ ગયેલ અને મને ભુંડાબોલી ગાળો આપવા લાગેલ અને તમે અહિથી જતા રહો નહી તો જાનથી મારી નાખવાની ધમકી આપી મારા શર્ટનો કાઠલો પકડી મને ઢીંકાપાટુનો માર મારી, ધકો મારી સાઇડમાં કરી દીધા હતા. અને મીટર ચેક ન કરવા દીધું તે સમયે સાથેના પી.જી.વી. સી.એલના જુનીયર એન્જીનીયર પીયુશાબેન યોગેશભાઇ જોષી જેઓ આ બનાવ અંગેનો પોતાના મોબાઇલમાં વીડીયો શુંટીંગ કરવા જતા હતા. તે દરમિયાન રામસંગભાઇના પત્ની તેમજ અન્ય બે લેડીઝ આવેલ અને તેઓએ આ પીયુશાબેનને વીડીયો શુંટીંગ કરવા દિધેલ નહી અને આ રામસંગભાઇ પરમાર તથા સાથેના ત્રણેય લેડીઝએ ભુંડાબોલીગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ધક્કો મારી ઘરની બહાર કાઢી મુકેલ અને ઘરની બહાર ગામ અન્ય લોકો ભેગા થઇ જતા ટીમ પરત સિહોર આવી ગઈ હતી. ત્યારે સિહોર ફરજ બજાવતા જુનીયર એ ન્જીનીયર, પીયુશાબેન તથા ગૌરાંગગીરી ગોસાઇ વડી કચેરીના હુકમ આધારે મોટાસુરકા ગામે વીજ ચેકીંગ કરવા જતા તમામ ઇસમોએ વીજ ચેંકીગ કરવા દિધેલ નહી અને માથાકૂટ કરાતા આ અંગે પીજીવીસીએલના અધિકારી દ્વારા સિહોર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech