સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીઓની તપાસ
દ્વારકા પંથકમાં હોટેલ વ્યવસાયના વધતા જતા વ્યાપ વિસ્તાર અને લોકપ્રિયતા વચ્ચે અગાઉ જાણીતી હોટલોના નામની ફેક આઈડી અને વેબસાઈટ બનાવીને ઓનલાઈન બુકિંગ કરી, અહીં આવતા યાત્રાળુઓ સાથે છેતરપિંડી થયાના અનેક બનાવ પ્રકાશમાં આવ્યા હતા. આ વચ્ચે ગઈકાલે વધુ એક ફરિયાદ દ્વારકાની એક હોટલના માલિક દ્વારા અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે દ્વારકામાં જોધા માણેક ચોક વિસ્તારમાં રહેતા અને હોટલ શ્રીદર્શન નામથી એક હોટલ ધરાવતા મુકેશભાઈ ડાયાલાલ ઘઘડા (ઉ.વ. 60) એ અજાણ્યા શખ્સો સામે અહીંના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ કોઈ અજાણ્યા શખ્સોએ સુવ્યવસ્થિત રીતે કાવતરુ રચી, અને તેમની હોટેલના નામની વેબસાઈટ જેવી ફેક વેબસાઈટો બનાવી, અને તેનો ઇન્ટરનેટના માધ્યમથી દુરુપયોગ કરી, આ ફેક વેબસાઈટ ગૂગલ સર્ચ પર અપલોડ કરી હતી. જેથી ફરિયાદી મુકેશભાઈની હોટલના નામે આરોપીઓએ પોતાના ફોન નંબરનો ઉપયોગ કરી, દ્વારકા દર્શનાર્થે આવતા અલગ અલગ દર્શનાર્થીઓ તથા પ્રવાસીઓ સાથે હોટેલ બુકિંગના નામે ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.
આ રીતે હોટેલ શ્રીદર્શનના નામનો દુરુપયોગ કરી, અને અહીં આવતા દર્શનાર્થીઓ તથા પ્રવાસીઓ ઉપરાંત હોટેલના માલિક સાથે પણ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈ.ટી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ વી.કે. કોઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ક્રિકેટ મેચ નહીં, થ્રિલર મૂવી, દિલ્હીએ સુપર ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું
April 17, 2025 12:32 AMનેશનલ હેરાલ્ડ કૌભાંડ: EDની તપાસ શરૂ થયા બાદ પણ મની લોન્ડરિંગ, જાહેરાતના નામે ભેગા કરાયા પૈસા
April 16, 2025 10:32 PMરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMઅમેરિકાએ ચીન પર 100% ટેરિફ વધાર્યો, કુલ ટેરિફ થયો 245%, ચીને કહ્યું ટેરિફ વોરથી નથી ડરતા
April 16, 2025 07:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech