જામનગરના મોટી ખાવડી ગામથી આગળ રાત્રીના અકસ્માત સર્જાતા જામનગરના વેપારીનું કરુણ મૃત્યુ થયુ હતું, આ બનાવમાં બેદરકારી પુર્વક ટ્રક પાર્ક કરનાર ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના વેપારી વિજયભાઇ દુબલ પોતાની ભોગવટાની બલેનો કાર નં. જીજે૧૦ડીજે-૬૧૮૨ લઇને તા. ૧૨ના ખંભાળીયાથી જામનગર તરફ આવતા હતા ત્યારે મોટી ખાવડીથી આગળ જામનગર તરફ રોડ પર પહોચતા આરોપીએ પોતાની ટ્રક નં. જીજે૧૦ટીવાય-૧૧૯૯ રોડ પાસે બેદરકારીપુર્વક પાર્ક કરીને જતા રહયા હોય દરમ્યાન ફરીયાદીના પિતા ફોરવ્હીલ ગાડી લઇ આવતા ટ્રકની પાછળના ભાગે ભટકાઇ જતા વિજયભાઇને ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર રજપુતપરા શેરી નં. ૩માં રહેતા પ્રિયમ વિજયભાઇ દુબલએ ગઇકાલે મેઘપર પડાણા પોલીસમાં ટ્રકના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech