બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ આરોપો સામાન્ય રીતે 40 વર્ષથી વધુ ઉંમરના વ્યાવસાયિકો દ્વારા કંપની સામે કરવામાં આવ્યા છે. ઘણા ભૂતપૂર્વ કર્મચારીઓ કહે છે કે કંપનીએ એસ-એવન વિઝા અને અન્ય પર ઘણા ભારતીયોને નોકરી પર રાખ્યા હતા, જ્યારે બિન-દક્ષિણ એશિયન કામદારોને છૂટા કર્યા હતા.
વિશ્વભરમાં ટીસીએસમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા 6,00,000થી વધુ છે. આ આરોપો પર પ્રતિક્રિયા આપતા, કંપનીએ આ આક્ષેપો પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટીસીએસનો અમેરિકામાં સમાન તક આપનાર નોકરીદાતા તરીકેનો મજબૂત ટ્રેક રેકોર્ડ છે. કંપનીનું કહેવું છે કે તે કોઈપણ ખોટા કામમાં સામેલ નથી અને વિઝા નિયમોનું ઉલ્લંઘન પણ કરી રહી નથી.
દરમિયાન, ઇઇઓસીની તપાસ ચાલુ છે અને ફરિયાદો ગુપ્ત રાખવામાં આવી છે અને જાહેર કરવામાં આવતી નથી. જોકે, બ્લૂમબર્ગ ન્યૂઝ અનુસાર, આ ઇઇઓસી તપાસ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બાઇડનના વહીવટ દરમિયાન શરૂ થઈ હતી અને વર્તમાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના શાસનકાળમાં પણ ચાલુ રહી છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે ટીસીએસ તપાસ હેઠળ આવ્યું હોય. અગાઉ પણ બ્રિટનના ત્રણ ભૂતપૂર્વ કર્મચારીઓએ કંપની સામે ભેદભાવના આવા જ આરોપો લગાવ્યા હતા. ત્યારે પણ કંપનીએ આ આરોપોને નકારી કાઢ્યા હતા.
2020માં, આઇઓસીએ બીજી ભારતીય આઉટસોર્સિંગ ફર્મ, કોગ્નિઝન્ટ ટેક્નોલોજી સોલ્યુશન્સ કંપનીની તપાસ કરી. આ કંપની પર બિન-ભારતીય કર્મચારીઓ સાથે ભેદભાવ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું કે, કંપનીએ 2013થી 2022 દરમિયાન 2,000થી વધુ બિન-ભારતીય કર્મચારીઓ સાથે ભેદભાવ કર્યો હતો. આ પછી, કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જાન્યુઆરીમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે એન્ડ્રીયા આર. લુકાસને ઇઇઓસીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. હવે તેમના નેતૃત્વ હેઠળ એજન્સીએ અમેરિકન કામદારો સામેના ભેદભાવને દૂર કરવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech