કલેકટર કેતન ઠકકરએ ડેશબોર્ડ, ઈ-ધરા કેન્દ્રો,લેન્ડ ગ્રેબિંગ, ઓનલાઈન પોર્ટલ અને મહેસૂલી મુદ્દાઓ સંબંધે વિગતવાર સમીક્ષા કરી અધિકારીઓને જરી સૂચના આપી
જામનગર શહેર-જિલ્લામાં મહેસુલી વિભાગને લગતા અનેક પ્રશ્ર્નોની સાથે ખાસ કરીને લેન્ડ ગ્રેબીંગ અત્યંત ગંભીર મુદો છે ત્યારે મહેસુલી અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરે લાલ આંખનો સંકેત આપ્યો છે અને ખાસ કરીને લેન્ડ ગ્રેબીંગ સંબંધે થયેલી અરજીઓ સહિતના મહેસુલી વિભાગના પ્રશ્ર્નો અંગે બેઠક યોજીને મહત્વની વિગતો મેળવી છે.
અત્રે નોંધનીય છે કે, જામનગર શહેર-જિલ્લામાં છાશવારે જમીન કોભાંડો સામે આવે છે, સરકારી અને ખાનગી જમીન પરના દબાણોના અનેક દાખલા બની ચૂકયા છે ત્યારે કલેકટર કેતન ઠકકર દ્વારા પણ હવે આ દિશામાં ભવિષ્યમાં તંત્ર તરફથી કડક કાર્યવાહી થવાના સંકેતો બેઠકમાં આપી દેવામાં આવ્યા છે.
જામનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને મહેસુલી અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સામાન્ય શાખા, જમીન શાખા, ઈ-ધરા શાખા, ફોજદારી શાખા, ડી.આઈ.એલ.આર.કચેરી અને પુરવઠા કચેરીની કામગીરી વિષે ચચર્િ કરવામાં આવી હતી. અધિકારીઓ પાસેથી તેમની કામગીરી અંગે વિગતો મેળવી કલેકટરએ પડતર પ્રશ્નોનો હકાત્મક ઉકેલ લાવવા તથા કામો ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ જેમાં સીએમ ડેશબોર્ડની કામગીરી, લેન્ડ ગ્રેબિંગ અંગેની બાકી અરજીઓ, નેટીવીટી સર્ટીફીકેટ અંગેની અરજીઓને લઈને મામલતદાર કચેરીઓ તરફથી કરવામાં આવેલ કામગીરી, ડોમીસાઈલ અને કાસ્ટ સર્ટીફીકેટ અંગેની કામગીરી, આરટીઆઈ, જમીન માપણી, રાશનકાર્ડનું ઈ- કેવાયસી, સસ્તા અનાજની દુકાનોમાં નુકશાન પામેલ જથ્થાનો યોગ્ય નિકાલ કરવો, ઈ-ધરા કેન્દ્રો, સરકારી લ્હેણાની વસુલાત, રેવન્યુ રીકવરી સર્ટીફીકેશન, પ્રાંત અધિકારીઓ અને મામલતદારોની ક્ષેત્રીય કામગીરીના મુદ્દાઓ પર બેઠકમાં ચચર્િ કરવામાં આવી હતી.
કલેકટરએ લગત અધિકારીશ્રીઓને સૂચનો આપતા જણાવ્યું હતું કે, તેઓના તાબા હેઠળના પેન્ડીંગ કેસોનો ત્વરિત ઉકેલ લાવી કામગીરી હકારાત્મક દિશામાં થાય તે પ્રકારે આયોજન હાથ ધરવા તેમજ મહેસુલી અધિકારીઓ પાસેથી સરકારી જમીનો ઉપર થયેલા દબાણો શોધવા પર ભાર મૂક્યો હતો. તેમજ જમીન માપણી અને રીસર્વેને લગતી કામગીરીનો હકારાત્મક દિશામાં ઉકેલ લાવવા સૂચન કર્યું હતું અને કર્મચારીઓ દ્વારા કરાતી કામગીરીનું સમયાંતરે મૂલ્યાંકન થાય તેના પર ધ્યાન આપવા જણાવ્યું હતું.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, પ્રાંત અધિકારીઓ, ડિસ્ટ્રીકટ ઇન્સપેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ કે.એન.ગઢીયા, મામલતદારો, લગત અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં હિન્દુ નેતાનું અપહરણ કરી ક્રૂર હત્યા
April 19, 2025 10:35 AMભારત વિદેશી રોકાણને આકર્ષવા પરમાણુ કાયદાઓને હળવા કરશે
April 19, 2025 10:22 AMહવે ઇસરો વોટર બેરને મોકલશે અંતરીક્ષમાં
April 19, 2025 10:18 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech