કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ આપણો વારસો, આપણું ગૌરવ, આપણી જવાબદારી સંબંધિત અનોખી પહેલના ભાગપે સાંસ્કૃતિક અખંડિતતા જાળવવા માટે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, મેયર (રાજકોટ) નયનાબેન પેઢાડિયા, રાયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય (ગુજરાત) ડો. દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લ ા વહીવટી તત્રં દ્રારા ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (ઈન્ટેક) સાથે એમ.ઓ.યુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લ ા કલેકટર શ્રી પ્રભવ જોષીના જણાવ્યા મુજબ, આ એમ.ઓ.યુ. રાજકોટ જિલ્લ ાના ઐતિહાસિક સ્થળો અને ઈમારતોના સંરક્ષણ, પુન:સંગ્રહ અને પુન:ઉપયોગ પર સહયોગી પ્રયાસો શ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
રાજકોટનો ઐતિહાસિક વારસો, તેનું મહત્વ, ગાંધીવાદી વિરાસત, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાપત્ય અજાયબીઓ, પરંપરાગત કારીગરી, કુદરતી વૈભવ તથા સૌરાષ્ટ્ર્રના રજવાડાની ભૂતપૂર્વ રાજધાની તરીકે, રાજકોટનો ઇતિહાસ જાડેજા રાજપૂતોના શાહી વારસાને દર્શાવે છે, જે તેના ભવ્ય મહેલો અને કિલ્લ ાઓમાં જોવા મળે છે. શાહી વારસો અને ગાંધીવાદી નીતિનો આ સમન્વય એક અનન્ય સાંસ્કૃતિક ધરોહર બનાવે છે, જે જિલ્લ ાના વિવિધ સમુદાયો, સ્થાપત્ય રત્નો, પરંપરાગત હસ્તકલા અને આકર્ષક કુદરતી લેન્ડસ્કેપ્સ દ્રારા વધુ સમૃદ્ધ બને છે.
ઈન્ટેક રાજકોટ ચેપ્ટરના કન્વીનર આર્કિટેકટ રિદ્ધિ શાહે જણાવ્યું હતું કે, વારસો એ જીવતં અસ્તિત્વ છે અને તે સમય સાથે વિકસિત અને અનુકૂલિત થાય છે અને તેની જાળવણી માટે જરી પગલાં લેવા આપણા બધા માટે મહત્વપૂર્ણ છે. ઈન્ટેકના રાજકોટ ચેપ્ટરના હેરિટેજની ટીમ દ્રારા રાજકોટ જિલ્લ ામાં લગભગ ૧૦૦થી વધુ હેરિટેજ ઇમારતો અને સાઇટસની ઓળખ કરવામાં આવી છે.
આ એમ.ઓ.યુ. હેઠળ, રાજકોટ જિલ્લ ા વહીવટીતત્રં જરી વહીવટી સહાય, ઐતિહાસિક સ્થળો સુધી પહોંચવાની સુવિધા અને મંજૂરીઓ મેળવવામાં મદદ કરશે. જયારે ઈન્ટેક હેરિટેજ સંરક્ષણમાં તકનીકી કુશળતા પ્રદાન કરશે, ભંડોળ અને કુશળ વ્યાવસાયિકો સહિતના સંસાધનો એકત્ર કરવામાં મદદ કરશે અને નિષ્ણાતો તેમજ સંબંધિત હિતધારકો સાથે સહયોગ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech