રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વમાં, જિલ્લા ચૂંટણી તત્રં દ્રારા એમઓયુ વીથ એસોસિયેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટના વિવિધ વેપારી સંગઠનો, ઔધોગિક સંગઠનોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટ લોકસભા બેઠકના વિસ્તારમાં વેપારી તેમજ ઔધોગિક વિસ્તારોમાં મહત્તમ મતદાન થાય એ માટે, જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી તથા વિવિધ સંગઠનો વચ્ચે સમજૂતી કરાર કરાયા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્રારા ૧૦ મિનિટ દેશ માટે, લોકસભા ચૂંટણીના મતદાન માટે ના સૂત્રને અનુસરીને આગામી ૭મી મે ૨૦૨૪ના રોજ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે વેપારી સંગઠનો તેમજ ઔધોગિક સંગઠનો સાથે સંકળાયેલા કામદાર મતદારોને પણ ૭મી મેના રોજ મતદાન માટે સવેતન રજા આપીને, વોટિંગ માટે પ્રેરિત કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વીપના નોડલ અધિકારી જિજ્ઞાસા ગઢવી, જિલ્લા ઉધોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરી, સહાયક માહિતી નિયામક સોનલ જોશીપુરા, આઈ.ટી.સી. અધિકારી નમ્રતા નથવાણી તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશન, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, લઘુઉધોગ ભારતી, સૌરાષ્ટ્ર્ર પ્લાસ્ટિક મેન્યુફેકચરર્સ એસોસિએશન, લોઠડા – પીપલાણા– પડવલા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ઈન્ડીયન ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ મેન્યુફેકચર એસોસિએશન, કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ઇમિટેશન વેલરી એસોસિએશન, આજી જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, લોધિકા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ખીરસરા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, હોટેલ એસોસિએશન, રાજકોટ ઇન્ફર્મેશન ટેકનોલોજી એસોસિએશન, રાજકોટ પેટ્રોલપપં એસોસિએશન, સ્વસ્તિક મહિલા ગૃહ ઉધોગ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એસોસિએશન, મહિલા વિકાસ સેવા મંડળ, ટૂર અને ટ્રાવેલ્સ એસોસિએશન, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, દાણાપીઠ વેપારી એસોસિએશન, રાજકોટ સિનેમા એસોસિએશન, જીમ એસોસિએશન વગેરે ઉપસ્થિત રહ્યા હતા
મતદાન કરે તો બે દિવસની રજા: શાપર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની જાહેરાત
આ મિટિંગમાં ઉપસ્થિત શાપર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે મતદાનના દિવસે સવેતન રજા તમામને આપવામાં આવશે. પરંતુ જો કોઈ કામદાર મતદાન કરી તેનું આંગળી પરનું ટપકું દેખાડે તો વધારાની એક રજા બોનસના સ્વપે આપવામાં આવશે. આ એસોસિએશનમાં ૨૫૦૦ સભ્યો છે અને ૧.૭૫ લાખ કારીગરો તેની સાથે જોડાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech